તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Tuesday, 28th October 2025
જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે PMJAY આયુષ્યમાન ભારત હેઠળ કેશલેસ સારવારનો પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છની જાણીતી જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલને સરકારશ્રી દ્વારા PMJAY યોજના (આયુષ્યમાન ભારત) હેઠળ કેશલેસ સારવાર માટે માન્યતા આપવામાં આવેલ છે.
આ અનુસાર તા.૨૩/૧૦/૨૦૨૫, ગરૂવારના અત્રે હોસ્પિટલમાં PMJAY યોજના (આયષ્યમાન ભારત) હેઠળ ઓર્થોપેડિકને લગતી તેમજ જોઈન્ટ રીપ્લેસમેન્ટ જેમકે ગોઠણ તેમજ થાપાના સાંધા બદલવાની કેશલેસ સારવારની સવિધાનો હોસ્પિટલના ટ્રસ્ટી અતુલભાઈ મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ વી.પી.કાછેલા, શ્રીમતિ નેહાબેન દફતરીએ તેમની વિશેષ-હાજરી આપી હતી હોસ્પિટલના સેવાકાર્યમાં તમામ પ્રકારની ખાતરી આપી હતી. આ પ્રસંગે માનદ સર્જનશ્રીઓ ડો.ડી.કે.શાહ, ડો.દિપકભાઈ શેઠ, ડો.એમ.પી.રાજલ, ડો.નિશાંત ચોટાઈ, ડો.વિશાલ માંગરોલીયા તેમજ હોસ્પિટલના અન્ય તબીબો વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ તકે હોસ્પિટલના મુંબઈ સ્થિત ટ્રસ્ટી તથા ચેરમેન પ્રેમલભાઈ ઉદાણી તેમજ ટ્રસ્ટી તથા-સેક્રેટરી વિશાલભાઈ શેઠના શુભેચ્છા સંદેશ મળેલ છે.PMJAY યોજના (આયુષ્યમાન ભારત) હેઠળ કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને કેશલેસ ધોરણે આ સારવાર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ માટે અલગ PMJAY ઈન્ડોર વિભાગ અદ્યતન ઢબે તૈયાર કરવામાં આવેલ છે અને આ વિભાગને PMJAY યોજના (આયુષ્યમાન ભારત) હેઠળ કેશલેસ સારવાર માટે અલગથી ફાળવવામાં આવેલ છે. ઓપરેશન માટે આધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ યોજના કોઈપણ પ્રકારે હોસ્પિટલની જનરલ કાર્યવાહીને અસર કરશે નહિ અને નિયમિત ઓપીડી, ફીઝીયોથેરાપી, તમામ પ્રકારની ઓર્થોપેડિકને લગતી સારવાર તેમજ ૨૪×૭ ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ રહેશે.
(2:41 PM IST)










