<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

નવા મુખ્‍ય સચિવ તરીકે એમ.કે. દાસ

પંકજ જોષી ૩ દિવસ પછી નિવૃત થાય છેઃ દાસ ૧૯૯૦ની બેચના સનદી અધિકારી

 

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ર૮: ગુજરાતના નવા મુખ્‍ય સચિવ તરીકે સરકારે એમ.કે. દાસની નિમણુંક કરી છે. મનોજકુમાર દાસ (એમ.કે. દાસ) ૧૯૯૦ બેન્‍ચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે તેવો ૩૦ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે. ગુજરાતમાં મહત્‍વની ભૂમિકાઓમાં તેઓ કાર્યરત પણ રહયા છે. ઉલ્લેખનીય  છે કે હાલના ચીફ સેક્રેટરી પંકજ જોશી આગામી ૩૧ તારીખે નિવૃત થવાના હોય એમ. કે. દાસની નિમણુંક કરવામાં આવી છે.

નવા મુખ્‍ય સચિવ શ્રી એમ. કે. દાસ હાલ મુખ્‍યમંત્રીના મુખ્‍ય સચિવ તરીકે ફરજ બજાવી રહયા છે. તેઓ વહીવટી ક્ષેત્રના દીર્ધ અનુભવી છે. નિવૃત થતા મુખ્‍ય સચિવ પંકજ જોષીને અન્‍યત્ર નિમણુક આપવામાં આવે તેવી શકયતા છે.(

(4:14 PM IST)