તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 28th October 2025
રાજકોટ મનપાના તમામ વોર્ડની અનામત બેઠકની ચૂંટણી પંચની જાહેરાત: 50 અનામત તથા 22 સામાન્ય બેઠક:જુઓ યાદી
કુલ 18 વોર્ડની 72 બેઠક: 36 મહિલાઓ માટે અનામત: 2 અનુસૂચિત જાતિ માટે અને 9 પછાત વર્ગ મહિલા માટે બેઠક અનામત

રાજકોટ: મહાનગરપાલિકા માટે ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો નિર્ધારીત કરવામાં આવેલ છે. જે પૈકી અનુસૂચિત જાતિની ૫ બેઠકો પૈકી ૨ બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત, અનુસૂચિત આદિજાતિની ૧ બેઠક અનામત અને પછાતવર્ગની ૧૯ બેઠકો પૈકી ૯ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, પછાતવર્ગો (આ વર્ગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સહિત) તથા સ્ત્રીઓ માટેની અનામત બેઠકો તથા બિનઅનામત સામાન્ય બેઠકોની વારાફરતી ફાળવણી નકકી કરવામાં આવે છે અને હવે પછી યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે બેઠકો ફાળવવા રાજ્ય ચૂંટણી આયોગ આદેશ કરે .

(7:23 PM IST)










