News of Wednesday, 29th October 2025
જલાબાપાનો જયઘોષ: શોભાયાત્રા પ્રભાવશાળી, ભક્તિ ગૌરવશાળી, ભકતો ભાગ્યશાળી
આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા નેહ, આજ રાજકોટના આંગણે જાણે કંચન વરસ્યા મેહ... ચૌધરી હાઈસ્કૂલના મેદાનથી સંતોના આશીર્વાદ-પૂજન સાથે યાત્રાનું પ્રસ્થાન : ઠેર ઠેર સ્વાગત : વિરામ સ્થળ વિરાણીના મેદાનમાં મહાપ્રસાદના તાવડા મંડાયા રમેશભાઇ ગણાત્રા પરિવાર દ્વારા સુશોભિત વિન્ટેજ કારમાં જલરામબાપાનો મુખ્ય રથ : અન્ય આકર્ષક ફલોટસથી શોભામાં અભિવૃધ્ધિ : વિજેતા ફલોટને ઇનામ અપાશે : યાત્રાના માર્ગે પુષ્પવૃષ્ટિથી ભાવભીનું સ્વાગત : શહેરમાં જલારામમય માહોલ : યાત્રામાં જોડાવા અને રાત્રે મહાપ્રસાદ તથા લોકડાયરાનો લાભ લેવા જલરામ જન્મોત્સવ સમિતિનું જાહેર આમંત્રણ

રાજકોટમાં ભીલવાસ સહિતના સ્થળોએ જલારામ જયંતિની ભાવભેર ઉજવણી
આજે કારતક સુદ સાતમના પૂ. શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની રાજકોટમાં ધર્મમય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરભરમાં વિવિધ વિસ્તારોમાં રઘુવંશી સંસ્થાઓ તેમજ અન્ય સામાજીક સેવાકીય સંગઠનો દ્વારા આરતી-સત્સંગ અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે. ભીલવાસ ચોક સદર ખાતે શ્રી જલારામ પ્રાર્થના મંદિરે પણ અનેરા સુશોભન સાથે પૂ. જલારામ બાપાના પૂજન અર્ચનના કાર્યક્રમો આયોજીત થયા છે. જયાં આજે વહેલી સવારે ભાવિક ભકતોએ પૂજા આરતી અને દર્શનનો લાભ લીધો હતો. આજે સવારે ભાવિકોએ દર્શન માટે કતારો લગાવી હતી તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ર૯ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂ. બાપાની જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. સર્વ જલારામ ભકતોને શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તથા લોકડાયરા સહીતના કાર્યક્રમોમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.
ગઇ કાલે રાત્રે કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે મીટીંગ યોજી શોભાયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. આ પૂર્વે વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર અર્થે વાહનોમાં લગાવવાની શ્રી જલારામ બાપાની ઝંડીઓનું પણ વિતરણ કરાયુ હતુ.
આ દર્શનિય શોભાયાત્રામાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનો મુખ્ય ફલોટ મોખરે છે. સાથે જોડાનારા તમામ ભાવિકોને પૂ. જલારામ બાપાના ખેસ તથા જલારામ સરબતથી કમલેશભાઇ દ્વારા સ્વાગત કરાશે. ૪.૩૦ વાગ્યે સંતોના આશીર્વાદ અને પૂજન બાદ યાત્રાને પ્રસ્થાન કરાવાશે.
ભાગવત કથાકાર શ્રી અશોકભાઇ ભટ્ટ, શ્રી અનમોલદાસ બાપુ વગેરે શ્રી જલારા બાપાનું મહાત્ય પરચા વિષે વકતવ્ય આપશે. શોભાયાત્રાનું ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં અદકેરૂ સ્વાગત અભિવાદન કરાયા બાદ સંતોના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવશે. તથા શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના સર્વે જલારામ ભકતો દ્વારા ઉપસ્થિત સંતો - મહંતોનું સ્વાગત અભિવાદન કરાશે.
આ તકે ગત વર્ષે શોભાયાત્રામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ફલોટ હોલ્ડરોનું શિલ્ડ આપી સન્માન કરાશે.
શોભાયાત્રા ચૌધરી હાઇસ્કુલથી સાંજે પ વાગ્યે પ્રસ્થાન થશે. નિયત રૂટ પર આગળ વધી સાંજે વિરાણી હાઈસ્કુલ જલારામ ધામ ખાતે વિરામ પામશે. જયાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી-મહાપ્રસાદ- લોકડાયરો યોજવામાં આવેલ છે. રાત્રે ૭.૪૫ કલાકે વિરામ પામશે. માર્ગો પર શ્રી દાઉદી વ્હોરા સમાજ, લઘુમતિ મોરચો, શીવસેના દ્વારા સ્વાગત કરાશે. મોહનભાઇ હોલ કસ્તુરબા રોડ થઇ આ શોભાયાત્રા ધરમસીનેમા પહોંચશે ત્યારે બીજેપીના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાશે. બાબુભાઇ શાહ માર્ગ ખાતે સાંજ સમાચાર પરિવાર દ્વારા તથા ઓમ બેબી કેર ડો. યજ્ઞેશભાઇ પોપટ પરિવાર દ્વારા સ્વાગત કરાશે.
સદર બજાર પોલીસ ચોકી ખાતે સદર બજાર મિત્ર મંડળ તથા સર્વે જલારામ ભકતો દ્વારા રંગોળી સુશોભનથી સ્વાગત કરાશે.
મોટીટાંકી ચોક ખાતે ‘અકિલા' પ્રેસ ખાતે શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા સમગ્ર ગણાત્રા પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે. નેમીનાથ એન્ટરપ્રાઈઝ પાસે એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્૯ેશન ટ્રસ્ટના મિતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાશે.
મોટી ટાંકી ચોક પાસે શહેર કોંગ્રેસના તમામ પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનો સત્કાર થશે. લીમડા ચોક ખાતે પ્રકાશભાઇ ચોટાઇ દ્વારા અને જયુબેલી બાગ શાકમાર્કેટ ચોક ખાતે જીમ્મીભાઇ અડવાણીની ટીમ દ્વારા તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સ્વાગત કરાશે. ધર્મેન્દ્રરોડ વેપારી એસોશીએશનના હોદેદારો હિતેશભાઇ અનડકટ, કિશોરભાઇ પંચમીયા, ઉપેનભાઇ માનસાતા, જીજ્ઞેશભાઇ રાચ્છ, કેતનભાઇ સોમૈયા, અશોકભાઇ, પુજારા પરિવાર દ્વારા સ્વાગત કરાશે.
સાંગણવા ચોક પાસે રઘુવંશી વિવિધ સંસ્થાઓ-મહાજન-યુવક મંડળ અને મહિલા મંડળ, ચિલ્ડ્રન સોસાયટી, કર્મચારી મંડળ તથા અન્ય સંસ્થાઓ સ્વાગતમાં જોડાશે. રાજદેવ પરિવાર, અંબિકા ગરબી મંડળ ટ્રસ્ટ, કિરીટભાઇ પાંધી, વર્ષાબેન પાંધી, જગદીશ મંડપ સર્વીસ, કોટેચા પરિવાર દ્વારા સ્વાગત કરાશે.
કિશોરસિ઼હજી રોડ પર મનોજભાઇ રાજદેવ, મોર્ડન ગ્રુપ દ્વારા, કોર્પોરેશન ચોક અને ત્રિકોણબાગ ખાતે વિવિધ પક્ષો અને રાજકીય આગેવાનો દ્વારા તેમજ માલવીયા ચોક પાસે ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા, રાજકુમાર કોલેજ થી રામકૃષ્ણ આશ્રમ અને કમિશ્નર બંગલા પાસે શ્રી જલારામ વેડીંગના ભરતભાઇ ધવલભાઇ ગોટેચા પરિવાર દ્વારા સ્વાગત કરાશે. અખિલ ગુજરાત રઘુવંશી સમાજ, સનાતન ધામ દ્વારા પણ સ્વાગત કરાશે. કલ્પેશભાઇ પોપટ, સંજયભાઇ પોપટ, હિતેન્દ્રભાઇ વડેરા, અશોકભાઇ હિન્ડોચા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે. સાંજે ૭.૪૫ કલાકે શ્રી જલારામ ધામ વિરાણી હાઇસ્કુલના પટાંગણમાં શોભાયાત્રા વિરામ પામશે. જયાં શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી થશે. જેમાં રઘુવંશી સમાજના વિવિધ આગેવાનો રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, ડો. અનિલ દશાણી, મનીષભાઇ સોનપાલ, મનુભાઇ જોબનપુત્રા, વજુભાઇ વિઠલાણી, મયંકભાઇ પાંઉ, કલ્પેશભાઇ તન્ના, અશ્વિનભાઇ, રાજેશભાઇ મીરાણી, જશુબેન વસાણી, સોનલબેન સોમૈયા, હિતેન્દ્રભાઇ વડેરા, સંજયભાઇ પોપટ, રમણભાઇ કોટક તથા સર્વે જલારામ ભકતો સાથે જોડાશે.
રઘુવંશી પરિવાર ચેરી. ટ્રસ્ટના હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, પ્રતાપભાઇ, મેહુલભાઇ નથવાણી, વિપુલભાઇ મણીયાર, કલ્પેશભાઇ બગડાઇ, જેષ્ઠારામ ચતવાણી અને સમગ્ર ટીમ દ્વારા આરતી કરવામાં આવશે. મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. રાત્રે લોકડાયરો રાખેલ છે. રસ ધરાવતા સર્વેને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
શોભાયાત્રાનું સંકલન રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોકભાઇ હિન્ડોચા, મેહુલભાઇ નથવાણી, મયંકભાઇ પાંઉ, મનુભાઇ જોબનપુત્રા, રમણભાઇ કોટક, હિતેન્દ્રભાઇ વડેરા, અશ્વિનભાઇ, રાજેશભાઇ મીરાણી વગેરે દ્વારા કરવામાં આવી રહ્યુ છે. (૧૬.૩)
(2:48 PM IST)










