<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સરધારનું જાગતુ પિરાણુ શ્રી સિંહમોઇ માતાના મંદિરનો શનિવારથી પુનઃપ્રતિષ્‍ઠા મહોત્‍સવ

‘અકિલા'ના આંગણે આયોજકોઃ શ્રીમદ્‌ ભાગવત કથા અને તુલસી વિવાહનુ ભવ્‍ય આયોજનઃ ૨૮ દિવસ ચાલનારા યજ્ઞમાં ૬૪૧ દંપતિ દ્વારા યજ્ઞમાં આહુતી અપાશેઃ કથા દરમિયાન ૮ દિવસ સરધાર તેમજ આજુબાજુનાં ગામનો ધુંવાડાબંધ જમણવારઃ તુલસી વિવાહમાં ઠાકરને હાથીની અંબાડી ઉપર બેસી જાડેરી જાન જોડાશેઃ યજ્ઞમાં પ્રથમ ત્રણ દિવસ મુખ્‍ય યજમાન પાણ પરિવાર અને સહ યજમાન રાજકોટના રાજવી પરિવારે આહુતી આપી

રાજકોટઃ સરધાર ખાતે યોજાનાર મહોત્‍સવનું ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા ચેતનભાઇ પાણ (સદસ્‍ય તાલુકા પંચાયત) હરેશભાઇ કાશીપરા, પિન્‍ટુભાઇ ઢાંકેચા (સરપંચ સરધાર ગ્રામ પંચાયત), વેરશીભાઇ ગમારા, વિરલભાઇ વસોયા, સાવલભાઇ નરોડિયા તસ્‍વીરમાં નજરે પડે છે આ તકે ‘અકિલા' પરિવારના વિજયભાઇ વસાણી ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ, તા.૨૯: સરધાર ગામનું જાગતું પિરાણુ ગણાતા શ્રી સિંહમોઈ માતાજીના તથા શ્રી ભૂતનાથ મહાદેવના નુતન મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ અંતર્ગત આગામી તા.૧-૧૧ થી ૭-૧૧ સુધી ભાગવત કથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે કથા દરમિયાન તુલસી વિવાહ અને રોજ રાત્રે જુદા જુદા કાર્યક્રમોનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેનુ આમંત્રણ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકોએ આપ્‍યુ હતું.

રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલા સરદાર ગામના તમામ સમાજના લોકો માટેનું આસ્‍થાનું પ્રતીક ગણાતા શ્રી સિંહમોઈ માતાજીના તથા ભુતનાથ મહાદેવ મંદિરના અંદાજે ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવણીના ભાગરૂપે આમ તો ગત તારીખ ૧૧ થી યજ્ઞ ચાલુ કરી દેવામાં આવ્‍યો છે જે સળંગ ૨૮ દિવસ સુધી ચાલશે જેની પુર્ણાહુતિ આગામી તારીખ ૭ ના રોજ થશે.

અંદાજ ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ મંદિરમાં મુખ્‍ય દાતા તરીકે પરસોત્તમભાઈ વાલજીભાઈ પાણ તથા વલ્લભભાઈ વાલજીભાઈ પાણ પરિવાર છે જ્‍યારે મંદિર બાંધકામના સહદાતા તરીકે ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા રાજકોટ છે.

ઉલ્લેખની છે કે યજ્ઞનો પ્રારંભ થયો ત્‍યારે પ્રથમ ત્રણ દિવસ મુખ્‍ય દાતા અને સહદાતા અને પરિવારજનો દ્વારા યજ્ઞમાં બેસી આહુતિ આપવામાં આવી હતી.

શાષાી શ્રી વિપુલભાઈ વ્‍યાસ અમરેલી વાળાના વ્‍યાસને યોજાનાર ભાગવત કથા દરમિયાન કથામાં આવતા પ્રસંગો ખૂબ જ ધામધૂમથી અને ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧:૦૦ વાગ્‍યા સુધીનો રહેશે કથા દરમિયાન સંતો મહંતો તેમજ માતાજીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

જેમાં જગતગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ દ્વારકા, બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી શ્રી શંકરાચાર્ય શારદાપીઠ દ્વારકા, પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, આઈ શ્રી કંચનમાં સોનલ ધામ મઢડા, આઈ શ્રી કંકુકેસરમાં ગઢવાડા રાજસ્‍થાન, આઈ શ્રી ગંગામાં કોડાઈ કચ્‍છ, આઈ શ્રી રૂપલમાં રામપરા ગીર, આઈ શ્રી વાલબાઈમાં શક્‍તિધામ ગરણી, આઈ શ્રી હાંસબાઈમાં વોંધ કરછ, શ્રી પાલુભગત કાળીપાટ, શ્રી ગિરીશઆપા મઢડા,૧૦૦૮  મહામંડલેશ્વર શ્રી યોગાનંદજીબાપુ ધારેશ્વર મંદિર સરધાર, શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામિનારાયણ મંદિર સરદાર, શ્રી સુમિરનદાસબાપુ રામજી મંદિર સરધાર, શ્રી ધર્મદાસબાપુ ત્રિમૂર્તિ હનુમાનજી મંદિર સરધાર, શ્રી જયભાઈ જોશી બાલકળષ્‍ણ લાલજી હવેલી સરધાર રામગરબાપુ ગોસાઈ અને નારણગરબાપુ ગોસાઈ માતાજી મંદિર સરધાર સહિત અનેક સંતો મહંતો ભાગવત કથા દરમિયાન ઉપસ્‍થિત રહી આશિર્વાદ આપશે.

તા.૨ ના રોજ દેવ દિવાળી નિમિત્તે ભવ્‍ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં ગોપાલ ભરવાડ અને દિવ્‍યાબેન ભરવાડ ઠાકરના અને તુલસીજીના લગ્ન ગીતોની જમાવટ કરશે, તા.૩ ના રાત્રે માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં રાવળદેવ તરીકે રાઘવભાઈ કણબી, સંજયભાઈ રાવળ, અને નિલેશભાઈ રાવળ રહેશે જ્‍યારે પંચના ભુવા તરીકે તેજાભાઈ લાંબરીયા, રણછોડભાઈ કાશીપરા, સોમાભાઈ ગમારા, અશ્વિનગીરી ગોસ્‍વામી, વિઠ્ઠલભાઈ સાકરીયા, હસુભાઈ ભાડુકીયા, હકાભાઇ કુંભાર અને મયુરભાઈ વસોયા રહેશે જ્‍યારે કલમના ભુવા તરીકે મિલનભાઈ ચાચડીયા રહેશે તા.૪ ના રોજ ભવ્‍ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સાગરદાન ગઢવી, કિરણબેન ગઢવી,ગોવિંદ ગઢવી, વિશાલ બાટી, તન્‍વી ગઢવીના સુરીલા સંગાથે હિતેશ ઢાકેચા એન્‍ડ ગ્રુપ રાસ ગરબાની રમઝટ બોલાવશે, તા.૫ ના રોજ સરધાર સ્‍વામિનારાયણ મંદિરના શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી તેમની ૨૦૩૩ મી ઘર સભા કરશે, તા.૬ ના રોજ ચારણ કુળના સતી શ્રી સિંહમોઈ માતાની આરાધના કરવા ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં કિર્તીદાન ગઢવી, મેરાણભાઈ ગઢવી, અનુભા ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો આઈની આરાધના કરશે સાથે સાથે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શ્રી સિંહમોઈ માતાજી સેવા સમિતિ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જુદી જુદી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે સમિતિના સભ્‍યો દ્વારા આ ધાર્મિક કાર્યક્રમની તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે.

સરધાર ગામના આસ્‍થાનું કેન્‍દ્ર ગણતા આ મંદિરમાં સરધારના રાજવી પરિવાર અને રંક પરિવાર દ્વારા યથા શક્‍તિ દાન કરવામાં આવ્‍યું છે સરદારનું એક પણ ઘર એવું નહીં હોય કે જેમણે આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાની શક્‍તિ મુજબ ફાળો ન આપ્‍યો હોય.

દિવાળી મહોત્‍સવ તો પૂર્ણ થઈ ગયો પણ સરધાર ગામમાં દિવાળી બાદ પણ ઘરે ઘરે આ મહોત્‍સવની પૂર્ણાહુતિ સુધી દિવાળી જેવો માહોલ હાલ ચાલી રહ્યો છે.

સાસરે વળાવી દીધેલ ગામની તમામ દીકરીઓને આમંત્રણ

રાજકોટ,  તા.૨૯: મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં આમતો આખું ગામ આયોજનમાં જોડાવ્‍યું છે ત્‍યારે અગાઉ ગામમાં જ રહી નાની મોટી થયેલ તમામ દિકરીઓને સાસરે કંકોત્રી મોકલી આ મહોત્‍સવમાં સહભાગી થવા ગામના તમામ સમાજના પરિવારજનો દ્વારા પોતાની દીકરીને સહ પરિવાર આ મહોત્‍સવનો લાભ લેવા સરધારના ઘરે ઘરેથી આમંત્રણ મોકલવામાં આવ્‍યું છે.

સાસરે રહેલ દીકરીઓ પણ જે ગામમાં નાની મોટી થઈ છે અને જે મંદિરના અનેકવાર દર્શન કર્યા છે તે મંદિરમાં ઉજવાતા આવા ભવ્‍ય ધાર્મિક મહોત્‍સવમાં આવવા માટે તૈયારીઓમાં લાગી ગઈ છે.

 

મંદિર વિશે અને મહોત્‍સવ અંતર્ગત

માહિતી માટે સંપર્ક સૂત્રો

રાજકોટ, તા.૨૯: મંદિર વિશે અને મહોત્‍સવ અંતર્ગત કોઈ પણ જાતની માહિતી માટે ચેતનભાઇ પાણ મો.નં. ૯૪૨૬૪ ૩૦૩૪૫, હરેશભાઈ કાશીપરા મો.નં. ૯૪૨૬૪  ૪૯૧૪૧, જગદીશભાઈ ટીંબડીયા મો.નં. ૯૪૨૬૮ ૯૯૪૮૯, પીન્‍ટુભાઇ ઢાંકેચા મો.નં.૯૯૦૯૪ ૮૨૧૧૧, મુકેશભાઈ ગઢવી મો.નં.૯૮૭૯૯ ૪૯૭૧૧, વિશાલભાઈ સાંકડેચા મો.નં.૯૬૮૭૩ ૭૨૮૮૮ અને વેરશીભાઈ ગમારા મો.નં.૯૪૨૬૪ ૪૯૧૪૨  ઉપર સંપર્ક કરવા અને આ ધાર્મિક મહોત્‍સવ નો લાભ લેવા સમસ્‍ત સરધારના ગ્રામજનો દ્વારા યાદીમાં જણાવ્‍યું છે.

 

૨૮ દિવસ ચાલનારા યજ્ઞમાં ૬૪૧ દંપતિઓ દ્વારા આહુતિ

રાજકોટ, તા.૨૯: પુનઃ પ્રતિષ્ઠા મહોત્‍સવ અંતર્ગત ગત તારીખ ૧૧ ના રોજ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આ યજ્ઞમાં પ્રથમ ત્રણ દિવસ મંદિર બાંધકામના મુખ્‍ય દાતા પરસોત્તમભાઈ વાલજીભાઈ પાણ અને વલ્લભભાઈ વાલજીભાઈ પાણ તેમજ મંદિર બાંધકામના સહદાતા શ્રી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંંહજી મનોહરસિંહજી જાડેજા પરિવાર દ્વારા યજ્ઞમાં આવતી આપવામાં આવી હતી  ત્‍યારબાદ મંદિરમાં યોગદાન આપેલા ૬૪૧ દંપતિઓ અલગ અલગ દિવસે યજ્ઞમાં આવતી આપી રહ્યા છે.

પુનઃપ્રતિષ્ઠા મહોત્‍સવ ૨૮ દિવસ સુધી ચાલ્‍યો હોય અને ૬૪૧ દંપતિઓ દ્વારા આહુતી આપવામાં આવી હોય એવો સૌરાષ્‍ટ્રમાં પ્રથમ બનાવ હોવાનું આયોજન દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

(11:46 AM IST)