<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

શબ્‍દોમાં નિસ્‍બત જુદી છે...‘‘માર હલેસાં''નું વિમોચનઃ મુશાયરો

અસ્‍મિતા ફાઉન્‍ડેશન અને રામભાઇ ઠાકર સ્‍મૃતિ સંસ્‍થાના સંયુકત ઉપ્રકમે શનિવારે હેમુગઢવી હોલ ખાતે કાયક્રમ : કવિ ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘‘માર હલેસાં''નું વિમોચનઃ નામાંકિત કવિઓ હર્ષદ ત્રિવેદી, સંજુ વાળા, ગૌરાંગ ઠાકર, સ્‍નેહી પરમાર, ભાર્ગવ ઠાકર કાવ્‍યપઠન દ્વારા સાહિત્‍યપ્રેમીઓને મંત્રમુગ્‍ધ કરશેઃ નિઃશૂલ્‍ક કાર્યક્રમના પાસ મેળવી લેવા

રાજકોટઃ અસ્‍મિતા ફાઉન્‍ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્‍મૃતિ સંસ્‍થાના સંયુક્‍ત ઉપક્રમે ‘‘શબ્‍દોમાં નિસ્‍બત જુદી છે'' કાર્યક્રમ અંતર્ગત કવિ ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ માર હલેસાંનું વિમોચન, ગુજરાતના સુખ્‍યાત ગઝલકારો સાથે ભવ્‍ય મુશાયરો તથા ગુજરાતમાં પ્રથમવાર ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્‍યમાંચનનું ભવ્‍ય આયોજન તા. ૧ નવેમ્‍બર શનિવારે રાત્રે ૦૯ વાગ્‍યે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ભવ્‍ય રજૂઆતમાં સૌ સાહિત્‍ય પ્રેમીઓને સહર્ષ નિમંત્રણ અપાયું છે.

આ કાર્યક્રમમાં વજુભાઇ વાળા(પૂર્વ રાજ્‍યપાલ અને વરિષ્ઠ ભાજપ અગ્રણી), પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા (સાંસદ રાજ્‍યસભા), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્‍યશ્રી-રાજકોટ), ડો. માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), કવિ હર્ષદ ત્રિવેદી (પ્રમુખ, ગુજરાત સાહિત્‍ય પરિષદ), મૌલેશભાઇ ઉકાણી (ઉધોગપતિ, બાન લેબ્‍સ), ડી.વી.મેહતા (મેનેજીગ ટ્રસ્‍ટી, જીનિયસ સ્‍કૂલ), પુનિતભાઈ ચોવટીયા (યુવા ઉધોગપતિ, યુનિટી સિમેન્‍ટ), કલ્‍પકભાઈ મણિયાર (સીએ, સહકારી અગ્રણી), કમલેશભાઈ મહેતા (ચેરમેન વધાર ફાઉન્‍ડેશન, અગ્રણી બીલ્‍ડર) ઉપસ્‍થિત રહેશે.

અસ્‍મિતા ફાઉન્‍ડેશન, રાજકોટ તરફથી કવિ ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘‘માર હલેસાં''ના વિમોચન અને એ પ્રસંગે યોજાનારા ભવ્‍ય મુશાયરા તેમજ નાટ્‍ય પ્રસ્‍તુતિમાં મનીષ ભટ્ટ, મિત્તલ ખેતાણી (અસ્‍મિતા ફાઉન્‍ડેશન), ડો.મીનાબેન ઠાકર (મેનેજિગ ટ્રસ્‍ટી, રામભાઇ ઠાકર સ્‍મૃતિ સંસ્‍થાન) દ્વારા આમંત્રણ અપાયું છે.

‘‘શબ્‍દોમાં નિસ્‍બત જુદી છે'' કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્‍ય જગતના પ્રતિષ્ઠિત કવિઓનું ભવ્‍ય મંચ સજાવાયું છે. અમદાવાદના ઋષિ કવિ રાજેન્‍દ્ર શુક્‍લ, ગુજરાત સાહિત્‍ય પરિષદના પ્રમુખ કવિ હર્ષદ ત્રિવેદી, રાજકોટના વરિષ્ઠ કવિ સંજુ વાળા, સુરતના કવિ ગૌરાંગ ઠાકર, બગસરાના કવિ સ્‍નેહી પરમાર, અને ભાર્ગવ ઠાકર સહિતના કવિઓ પોતાના કાવ્‍યપઠન દ્વારા સાહિત્‍ય પ્રેમીઓને મંત્રમુગ્‍ધ કરશે. કાર્યક્રમના સૂત્રધાર તરીકે મુંબઈના સંચાલક અને કવિ શોભિત દેસાઈ હાજર રહેશે.

આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત માત્ર ગઝલના શેર પર એક નાટ્‍યમાંચન થવા જવાનું છે. આર.જે. દેવર્ષ તરીકે જાણીતા દેવર્ષ મિલન ત્રિવેદી અને તખતાની ખ્‍યાતનામ અભિનેત્રી ધ્‍વની ગાંધી આ નાટયમાંચનમાં અભિનયના ઓજસ પાથરશે. આ નાટ્‍યમંચનનું દિગ્‍દર્શન જાણીતા અભિનેતા અને દિગ્‍દર્શક આસિફ અજમેરી દ્વારા કરવામાં આવ્‍યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્‍યકાર ડો. યોગિની ચાવડા કરશે.

કવિ ભાર્ગવ ઠાકરનું નામ રાજકોટના સાહિત્‍યપ્રેમીઓ માટે અજાણ્‍યું નથી. શબ્‍દસાધના અને અભિનય તેમના લોહીમાં વહે છે. મુશાયરાઓમાં તેમની ગઝલોના રસલ્‍હાણનો સ્‍વાદ વારંવાર માણનાર પ્રેક્ષકો હવે તેમની ગઝલોનો સ્‍વાદ પ્રથમવાર પુસ્‍તક રૂપે માણી શકશે. ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘‘માર હલેસાં'' ભાવકો સમક્ષ રજૂ કરવામાં આવનાર છે, જે સાહિત્‍યપ્રેમીઓને તેમની કૃતિની ગહનતા અને સુંદરતા અનુભવવાની અનોખી તક આપે છે. આવો, આ ક્ષણના સાક્ષી બની, ભાર્ગવની શબ્‍દસાધનાને પોંખીએ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મિતલ ખેતાણી, વિરલ રાવલ, વિમલ જાની, આનંદ અમૃતિયા, દિનેશ ગજેરા, યોગેશ પાંચાણી, નીતિન મહેતા, મનીષ ગોલ, વિજય કોઠીવાલ, મનોજ અનડકટ, ધીરેન ભોજાણી, હિતેશ દવે, હરેશ ગજ્જર, નીલ લોઢીયા,  ચિરાગ પટોડિયા,  પ્રદીપ મહેતા, કમલેશ ગજ્જર તેમજ મિલન ત્રિવેદી, ચેતસ ઓઝા, કુણાલ દામોદરા, જયેશ રાષ્ટ્રકુટ, દેવલ વોરા, સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે.

કાર્યક્રમ અંગેના પાસ મેળવવા માટે (૧) વિરાણી સ્‍કુલની બાજુમાં, હેમુ ગઢવી હોલ, (૨) 'જનપથ', ૨-તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરી પાસે, હોલીડે પ્‍લાઝા બીલ્‍ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ (૩) સન ડિજિટલ, સેન્‍ટ મેરી સ્‍કૂલની સામે, કાલાવાદ રોડ, કેકેવી સર્કલ પાસેથી નિશુલ્‍ક મેળવી શકાશે.

કાર્યક્રમ અંગેની વધુ વિગત માટે મનીષભાઈ ભટ્ટ (મો. ૯૮૨૫૪ ૭૭૫૦૧) સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(2:15 PM IST)