News of Wednesday, 29th October 2025
સમયસરની સારવારથી સ્ટ્રોકની મહત્તમ અસરથી બચી શકાય છે : ડો. સંજય ટીલાળા
સિનર્જી હોસ્પિટલ ખાતે આધુનિક બ્રેઇન સ્ટ્રોક યુનીટમાં નિષ્ણાંત તબીબોની સેવા

રાજકોટઃ ૨૯ઓકટોબર વર્લ્ડ બ્રેઇન સ્ટ્રોક-ડે છે. સિનર્જી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો. દિનેશ ગજેરા, ડો. સંજય ટીલાળા, ડો. કલ્પેશ સનારીયા, ડો. હિરલ હાલાણીએ બ્રેઇન સ્ટોક વિશે માહિતી આપી હતી તે સમયની તસ્વીર.
રાજકોટ, તા. ર૯ : આજે ર૯ ઓકટોબર વર્લ્ડ બ્રેઇન સ્ટ્રોક-ડે તરીકે ઉજવાય છે. સૌરાષ્ટ્રની જાણીતી સિનર્જી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સ્ટ્રોક વિશે જનજાગૃતિ અર્થે એક પત્રકાર પરીષદનું આયોજન કરેલ જેમાં બ્રેઇન સ્ટ્રોક વિશે વિસ્તૃત માહિતી આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યા હતા.
ડો.સંજય ટીલાળાએ પત્રકાર પરીષદમાં જણાવેલ કે, સ્ટ્રોક વિશે દરેક વ્યક્તિએ ત્રણ બાબતો યાદ રાખવી જોઈએ જેમાં તે કોઈને પણ થઈ શકે છે - ઉંમર, વ્યવસાય અથવા જીવનશૈલી હંમેશા સુરક્ષા પ્રદાન કરતી નથી. શરૂઆતના ચિન્હોનો ઓળખવાથી જીવન બચી જાય છે - અચાનક નબળાઈ, બોલવામાં તકલીફ, ચહેરાનું ધ્રુજારી, અસંતુલન અથવા દ્રષ્ટિના ફેરફારોને કયારેય અવગણવા જોઈએ નહીં. સમયસરની સારવારથી ઘણો ફરક પડે છે - જેટલું વહેલું લોહીનો પ્રવાહ પુનઃસ્થાપિત થાય છે, તેટલી રિકવરી થવાની શકયતાઓ વધારે છે. ઝડપી કાર્ય કરોઃ ચહેરો ઝૂકી રહ્યો છે, હાથની નબળાઇ, વાણીમાં મુશ્કેલી, મદદ માટે કોલ કરવાનો સમય કારણ કે સ્ટ્રોક રાહ-જોતો નથી .
તા.૨૯ ઓકટોબરનો દિવસ બ્રેઇન-સ્ટ્રોકના ઘાતક પરિણામોથી લોકોને જાગળત કરવા માટે વર્લ્ડ બ્રેઇન સ્ટ્રોક દિવસ તરીકે ઉજવાય છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બ્રેઇનસટ્રોકના દર્દીઓની ઇમર્જન્સી સેવાથી સંપુર્ણ સારવાર- સુધીનું યુનિટ કાર્યરત છે. સિનર્જી સુપર સ્પેશિયાલિટી. હોસ્પિટલના તમામ ન્યુરોસર્જન તથા ન્યુરોલોજીસ્ટ તબીબોએ વર્લ્ડ બ્રેઇન સ્ટ્રોક દિવસને સૌરાષ્ટ્ર કચ્છમાં જાગળતિ દિવસ તરીકે ઉજવવાના શુભ આશય સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું.
જાણીતા તબીબ ડો. દિનેશ ગજેરા, ડો. સંજય ટીલાળા ડો. કલ્પેશ સનારીયા ડો હિરલ હાલાણી વગેરેએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, સૌ પ્રથમ તો લોકોને બ્રેઇન સ્ટ્રોક કે પેરેલિસિસનો એટેક ન-આવે તે માટે કેટલીક જાગળતિ દૈનિક જીવનમાં જાળવવાની છે. લાઇફસ્ટાઇલ એ મુજબ ગોઠવવાની છે. આમ છતાં કોઈ સંજોગોમાં બ્રેઇન સ્ટ્રોક આવે તો તેને સૌપ્રથમ દર્દીએ જાતે ઓળખી તેની તાત્કાલીક સારવાર માટે જરા પણ સમય બગાડ્યા વગર બ્રેઇન સ્ટ્રોકની સમગ્ર ટીમ અને ઇન્ફાસ્ટ્રકચર હોય એવી હોસ્પિટલમાં દાખલ થઇ તાત્કાલીક સારવાર લેવાની છે. ગોલ્ડન અવરમાં સારવાર લેવાથી સ્ટ્રોકની મહતમ અસરથી બચી શકાય છે. આ માટે-દરેક વ્યકિતએ અને સમગ્ર પરિવારે સ્ટ્રોકના લક્ષણો ઓળખી કટોકટીના સંજોગો આવે તો આવા સંજોગોમાં કયાં સારવાર લેવી તેની પણ સુસજજતા કેળવવી પડશે.
સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દર્દીઓની સાસ્વારમાં ખુબ જ આદર અને વિશ્વાસથી લેવાતું નામ છે. પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલને આવેલ મોટો સ્ટ્રોકની સચોટ સારવાર ડો. સંજય ટીલાળાએ સફળ કરી હતી. રાજયના કેબિનેટ મંત્રી હોય કે ઉદ્યોગપતિ, સંતો હોય કે મંહતો સિનર્જી હોસ્પિટલમાં કટોકટીના સંજોગોમાં સારવાર માટે સંપુર્ણ વિશ્વાસ સાથે દાખલ થાય છેઃ તેમને ક્ષેમકુશળ કરી પુનઃ હોસ્પિટલમાંથી વિદાય આપવી એ ટીમ સિનર્જીનું સંતોષનું સ્મીત હોય છે. સિનર્જી હોસ્પિટલ સૌરાષ્ટ્રના બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અતિ આધુનિક યુનિટ ધરાવે છે.
બ્રેઇન સ્ટ્રોક યુનિટમાં ર૪ ×૭ ઇન્ટેસિવ કવરેજ, સ્ટ્રોક કો-ઓર્ડિનેટર, તાલીમબધ્ધ સ્ટ્રોક નર્સીસ, ૨૪×૭ સ્ટ્રોક પેશન્ટ માટે ઇમરજન્સી ટીમ.૬ બેડનું સ્ટ્રોક આઇસીયુ, ૬ બેડનું સ્ટ્રોક વોર્ડ, અધ્યતન કેથલેબ, એડવાન્સ કલાસ ૧૦૦ -મોડયુલર ઓપરેશન થિયેટર, સીટી સ્કાન, એમ આર આઈ. સુસજજ આઇસીયુ તથા કાર્ડિયાક કેર એમ્બયુલન્સ તથા ૧૩૦ બેડની હોસ્પિટલનું ઇન્ફાસ્ટ્રકચર છે.અયોધ્યા ચોક ,૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલી સિનર્જી હોસ્પિટલનું નામ હવે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જાણીતું થઇ ગયું છે.
(2:13 PM IST)










