News of Wednesday, 29th October 2025
શુક્રવારે સરદાર પટેલની જન્મજયંતિ અને મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રકતદાન શિબિર-લોકડાયરો
જય સરદાર યુવા ગ્રુપ (બાપુનગર મુકિતધામ) દ્વારા આયોજનઃ રકતદાતઓને રકતદાન કરવા અનુરોધ

રાજકોટઃ જય સરદાર યુવા ગ્રુપ (બાપુનગર મુકિતધામ) દ્વારા હરીભાઇ ઘવા રોડ ખાતે લોખંડી પુરુષ, સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે તા.૩૧ના શુક્રવારે રાત્રીના ૯ વાગ્યાથી રકતદાન શિબીર અને લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિતિમાં ૩૧મી ઓકટોબર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ (એકતા દિવસ) નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના પવિત્ર અવસરે જય સરદાર યુવા ગ્રુપ (બાપુનગર મુકિતધામ) દ્વારા આયોજીત લોકડાયરામાં કલાકારો ખીમજીભાઇ ભરવાડ, જયુભા સિંધવ, સેજલબેન ગોંડલીયા, ગીતાબેન સોની, જમાવટ કરશે. એન્કરીંગ હાર્દિક સોરઠીયા કરશે.
આ કાર્યકમમાં શિવ મંદિર અને મેલડી માતાજીના મંદિરના જીર્ણોધ્ધાર માટે નિધિસંગ્રહનના હેતુ સાથે રકતદાન શિબિર તથા લોક ડાયરાનું આયોજન બાપુનગર મુકિતધામ શિવ મંદિર સેવા સમિતિના તથા સંસ્થાના પ્રમુખ કોર્પોરેટરની અશ્વિનભાઇ પાંભર અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા તથા રમેશભાઇ ઘવા, તથા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઇ વેકરીયા, સહમંત્રી અતુલભાઇ પોકર, હાર્દિકભાઇ ઢોલરીયા, વિપુલભાઇ પાંભર (ટ્રસ્ટી), ચંદુભાઇ ઘેલાણી, સંદિપભાઈ શિયાણી, પરાગ કાકડીયા, હિરેન ખુંટ, કેતન રૈયાણી તેમજ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ રમેશભાઇ વેકરીયા (મેનેજીંગ ટ્રસ્ટી-જય સરદાર યુવા ગ્રુપ મો. ૯૭૨૩૫ ૩૩૦૨૧) ની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:07 PM IST)










