News of Wednesday, 29th October 2025
એનએફઆઇઆર/વે.રેલ્વે મજદુર સંઘની આઠમાં પગાર પંચની માંગણી સ્વીકારાતા રેલ કર્મચારીઓમાં હર્ષ

રાજકોટ, તા. ર૯ : છેલ્લા લાંબા સમયથી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન ના જનરલ સેક્રેટરી ડૉ. એમ. રાઘવૈયા દ્વારા સરકાર સમક્ષ કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચનું ગઠન કરવા માટે સતત સતત રજૂઆતો અને સમગ્ર ભારતીય રેલ માં ધરણા પ્રદર્શન કરી સરકાર શ્રી સાથે વાટાઘાટોનો દૌર ચાલુ હતો તેના પરિણામ સ્વરૂપે ગઈ કાલે તા.૨૮ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આઠમાં પગાર પંચનું ગઠન કરવા માં આવ્યુ છે. આ નિર્ણયને વેર્સ્ટન રેલ્વે મજદુર સંઘ અને એનએફઆઇઆર ના નેતાઓ અને કાર્યકર્તાઓએ વધાવી લીધો છે.
આ પગાર પંચમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઇ અને સાતમા પગાર પંચને ૧૦ વર્ષ પૂરા થતા કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં વળદ્ધિ થાય અને તેમનું પરિવાર સાથે જીવન ધોરણ સારી રીતે વ્યતિત થાય એ માટે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન્સ દ્વારા સતત પ્રયાસો ને સફળતા મળી છે આ સાથે ઓલ્ડ પેન્શન સ્કીમ માટે પણ એનએફઆઈઆર દ્વારા સમગ્ર ભારતીય રેલવેના કર્મચારીઓ માટે પ્રયાસ ચાલુ છે કર્મચારીઓના હિતને ધ્યાનમાં લઈને અને ભવિષ્યમાં તેમની વળદ્ધાવસ્થા દરમિયાન સ્વમાનભેર જીવી શકે એ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ માટે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ.
વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર જી કાબર, પ્રેસિડેન્ટ શ્રી હિરેન મહેતા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વેસ્ટન રેલ્વેમાં આઠમા પગાર પંચ માટેની માંગણી માટે પ્રયાસ અને ધરણા પ્રદર્શન કરવા માં આવેલા હતા જે સફળ થયા છે. જેમાં રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ સેક્રેટરી અવની ઓઝા, ડિવિઝનલ ચેરમેન ડી આર સોઢા ની આગેવાની હેઠળ આ આઠમા પગાર પંચ માટેની ઝુંબેશ માં સંઘર્ષ કરી લડત આપી હતી જે લડતમાં સફળતા મેળવી છે. નેશનલ ફેડરેશાન ઓફ ઇન્ડિયન રેલ્વે મેન્સ ના આ કર્મચારીઓ માટેના કાર્યથી સમગ્ર ભારતીય રેલના કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે કર્મચારીઓના આઠમા પગાર પંચ માટે કોઈપણ સકારાત્મક સુજાવ અથવા રજૂઆત હોય તો આવકાર્ય છે અને અમારા વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:48 PM IST)










