<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

લાખામાચી (લાખાખડા), થાનગઢ ગામે નવેમ્‍બરમાં પૂ. જીગ્નેશદાદાની ભાગવત કથા

પૂજય શ્રી રાવ કાળુજીબાપુ ધાધલ (રાઠોડ) પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્‍તાહમાં પોથીયાત્રા, નંદ મહોત્‍સવ અને રૂકમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે : સમગ્ર કથા દરમિયાન ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજકીય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે કથા દરમિયાન દરરોજ સવારે ૬:૩૦ થી ૮:૩૦ સુધી પિતૃ પૂજા, દેવતા પૂજન યજ્ઞ તા. ૮મીએ રાત્રે ભવ્‍ય લોક ડાયરો ધાધલ પરિવારમાં જે કોઈ પરિવારને કંકોત્રી મળી ન હોય તે પરિવારજનોએ મો.૯૪૨૭૪ ૩૧૧૩૧, ૯૭૨૩૯ ૦૦૧૨૩ ઉપર સંપર્ક કરવો.

રાજકોટ : પૂજય શ્રી રાવ કાળુજી બાપુ ધાધલ (રાઠોડ) પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજીત તારીખ  ૬ નવેમ્‍બર થી ૧૨ નવેમ્‍બર સુધી લાખામાચી (લાખણકા),  તાલુકો થાનગઢ,  જિલ્લો સુરેન્‍દ્રનગર ખાતે યોજવામા આવેલ છે. આ  ભાગવત સપ્તાહનાં વ્‍યાસ પીઠ પર પૂજય જીગશદાદા કથાશ્રવણ કરાશે. પરિવારના  કુળરક્ષક શ્રી વાસુકીદાદા અને કુળદેવી શ્રીનાગણેચી માતાજીની અસીમ અનુકંપાથી આ ધામિૅક આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ સવારે પ્રાતઃ પિતૃ પૂજા એવમ સ્‍થાપિત દેવતા પૂજન યજ્ઞ ૬:૩૦  થી ૮:૩૦ સુધી રાખવામાં આવેલ છે. સમગ્રસપ્તાહ દરમિયાન છ નવેમ્‍બર પોથીયાત્રાનો પ્રારંભ વાસુકી દાદા મંદિરથાનથી કથા સ્‍થળ, લાખામાચી (લાખણકા) ખાતે કરવામાં આવશે. ૯મી નવેમ્‍બર નંદ મહોત્‍સવ અને ૧૧ નવેમ્‍બર કૃષ્‍ણ-રૂકમણી વિવાહનું ભવ્‍યઆયોજન કરવામાં આવેલ છે. ભાવિકો માટે કથા દરમિયાન દરરોજ બપોરે૧૨.૩૦ વાગે અને સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

૮મી નવેમ્‍બર શનિવાર રાત્રે ૯ કલાકે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દેવાયતભાઇ ખવડ, હરેશદાન સુરૂ, જીતુદાન ગઢવી, ઉદય ભાઇ ધાધલ, રણજીતભાઇ વાંક, બીરજુભાઇ બારોટ તથા ૧૦મી નવેમ્‍બર રાત્રે ૯ કલાકે કિતીૅદાન ગઢવી, અનુભા જામંગ, ગોવિંદભાઈ પાલીયા,  ઉદયભાઇ ધાધલ, ગોપાલભાઇ સાધુ  સહિતના કલાકારો ભાગ લેશે. તા.૮મી નવેમ્‍બર બપોરે  ૩ થી ૭ સુધી ધર્મપ્રેમી ભાઇઓ બહેનો પરિવારજનો માટે ભવ્‍ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ છે. જેમા લોકો કલાકારો ઉદયભાઇ ધાધલ અને લોકગાયીકા રશ્‍મિતાબેન રબારી એન્‍ડ ગ્રુપ  ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારશે. તા.૧૦ને સોમવારે બપોરે ૩ કલાકે પરમ વંદનીય શ્રી વાસુકી દાદા મંદિર, થાનગઢનાં મહંત શ્રી રાજેન્‍દ્રગીરીબાપુ ગોૈસ્‍વામી અને મહંત શ્રી ભરતગીરીબાપુ ગોૈસ્‍વામી તથા સમગ્ર ગુજરાતનાં જાણીતા સંતો, મહંતો દ્વારા ધમૅસભાનું આયોજન કરવામાં આવેલ છે.

રસોઇના દાતાઓ તથા કથા સહયોગી  દાતાઓનો સહયોગ મળી રહ્યાનું યાદીમાં જણાવાયુ છે. (૩૭.૬)

ભાગવત સપ્‍તાહ દરમિયાન રાજકીય મહાનુભવોની ઉપસ્‍થિતિ રહેશે

સમગ્ર કથા દરમિયાન ગુજરાત રાજયના મહાનુભવો સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પૂવૅ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા, સંસદ સભ્‍ય પરસોતમભાઇ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાસદ સુરેન્‍દ્રનગર ચંદુભાઇ સિહોરા, સાસંદ અમરેલી  ભરતભાઇ સુતરીયા, સાંસદ શ્રી રાજયસભા કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ શ્રી રાજયસભા શકિતસિંહ ગોહિલ, ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજયમંત્રી મુળુભાઇ બેરા, ઉપદંડક કોૈશિકભાઇ વેકરીયા, ઉપદંડક જગદીશભાઇ મકવાણા, ધારાસભ્‍ય ચોટીલા શામજીભાઇ ચોૈહાણ, ધારાસભ્‍ય લીંબડી કિરીટસિંહ રાણા, ધારાસભ્‍ય ગોંડલ ગીતાબા જાડેજા, ધારાસભ્‍ય હાલોલ જયદથૅસિંહ પરમાર, ધારાસભ્‍ય જેતપુર જયેશભાઇ રાદડિયા, ધારાસભ્‍ય દસાડા પી.કે. પરમાર,  ધારાસભ્‍ય ભાંગધ્રા પ્રકાશભાઇ વરમોરા, ધારાસભ્‍ય આંકલાવ અમિતભાઇ ચાવડા, ધારાસભ્‍ય ધારી જે.વી. કાકડિયા, ધારાસભ્‍ય લાઠી જનકભાઇ તળાવિયા, ધારાસભ્‍ય રાજકોટ પૂવૅ ઉદયભાઇ કાનગડ, લાખામાચીના સરપંચ મયુરસિંહ રાણા સહિતના મહાનુભવો ઉપસ્‍થિત રહેશે.

રામભાઈ ધાધલની આગેવાની હેઠળ આયોજનની તડામાર તૈયારીઓ શરૂ

લાભ પાંચમના પવિત્ર પર્વે ભાગવત સપ્‍તાહની કંકોત્રી આમંત્રણ પત્રિકા વહેંચણીનો શુભારંભ પ્રિઝમ સ્‍કવેર ખાતે રામભાઈ ધાધલની આગેવાની હેઠળ રાખવામાં આવેલ હતું. જેમાં રામભાઈ ધાધલ, સુખાભાઈ વાળા, સત્‍યજીત ખાચર, મુળુભાઈ ધાધલ (પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર), જૈતાભાઈ ધાધલ, અનિરૂદ્ધભાઈ ધાધલ, દિલુભાઈ ધાધલ, સહદેવભાઈ ધાધલ, મહેન્‍દ્રભાઈ ધાધલ અને રવિભાઈ ધાધલ સહિતના સભ્‍યોએ સમગ્ર આયોજનની વિગતો આપી હતી.

(3:55 PM IST)