News of Thursday, 30th October 2025
નવાગામમાં અઢાર વર્ષના રાજન નિશાદનું બેભાન થઇ ગયા બાદ મોત
બહારથી જમીને આવ્યા બાદ એકાએક ઢળી પડયો

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ પર નવાગામ પોલીસ ચોકી પાસે ભાડાના મકાનમાં રહેતો રાજન રામલખન નિશાદ (ઉ.વ.૧૮) રાતે દસેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થયું હતું.
રાજન નિશાદ મુળ ઉત્તરપ્રદેશનો વતની હતો. હાલ નવાગમા સાત હનુમાન પાસે શાંતિ ગેઇટ અંદર આવેલા કનૈયા ગોલ્ડ નામના કારખાનામાં ગોલ્ડ પ્લેટીંગનું કામ કરી ત્યાં જ રૂમમાં રહેતો હતો. તેની સાથેના કર્મચારીએ જણાવ્યા મુજબ રાતે રાજન બહારથી જમીને આવ્યા બાદ એકાએક પડી ગયો હતો અને મોઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. અમે હોસ્પિટલે લાવ્યા હતાં પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. રાજન ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:21 PM IST)










