<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રાષ્ટ્રનિર્માતા, લોહપુરુષ, યુગપુરુષ સરદાર પટેલને ૧૫૦મી જન્‍મજયંતીએ કોટી કોટી વંદનઃ રાજુભાઇ ધ્રુવ

સરદાર પટેલ ને હળાહળ અન્‍યાય-અવહેલના કરનાર કોંગ્રેસને પરાજિત કરી વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી સરદાર પટેલના મહાન કાર્યોનો ઋણ સ્‍વીકાર કરી આદર સન્‍માન કરનાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે

રાજકોટઃ સદીઓ પછી ભારતને મળેલા મહાનાયક ખરા અર્થમાં રાષ્ટ્ર ના સર્જક કે પિતાતુલ્‍ય ભારત નિર્માતા મહાન સરદાર પટેલની ૧૫૦-મી જન્‍મ જયંતીએ કોટી કોટી વંદન કરતા સૌરાષ્ટ્ર ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે સરદાર સાહેબે ભારતના નિર્માણમાં આપેલા પ્રદાનને કયારેય ભૂલી શકાય નહીં.

તેમણે કહ્યું છે કે દેશ સદભાગ્‍યે કોંગ્રેસ ને હરાવી પ્રખર રાષ્ટ્રવાદી  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કેન્‍દ્ર માં સરકાર રચતા ની સાથે જ પ્રચંડ નીર્ધાર સાથે એક અસાધારણ નિર્ણય લઈ  ભારત નિર્માતા  સરદાર વલ્‍લભભાઈ પટેલ ની જન્‍મ જયંતીના સન્‍માનમાં ૩૧ ઓક્‍ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે રાષ્ટ્રીય ઉત્‍સવ જાહેર કરી ૧૫મો ઓગસ્‍ટ,૨૬ મી જાન્‍યુઆરીની સાથોસાથ ત્રીજા મહત્‍વના રાષ્ટ્રી ઉત્‍સવ તરીકે ઉજવવાનું જાહેર કરી સરદાર પટેલના મહાન કર્યોનું સન્‍માન કરી કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી છે. સરદાર પટેલને જે સન્‍માન તેમને દાયકાઓ પહેલા મળવું જોઈતું હતું તે ઠેઠ  ૨૦૧૪ માં  દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ માં સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટાયેલી ભાજપ સરકાર દ્વારા ૨૦૧૪માં આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય  કરવામાં આવ્‍યો હતો.

 સરદાર પટેલ ભારતીય પ્રજાસત્તાકના સ્‍થાપક પિતા હતા.તેમણે અનેકવિધ ભેટો રાષ્ટ્ર ને આપી તેમાં ૧૯૪૭ સુધી આઝાદી ની લડત ને દુરંદેશી ભર્યું નેતૃત્‍વ આપી અંગ્રેજો સામે સંગઠિત લડત આપી.દેશ ના બંધારણ ના ઘડતર માં મહત્‍વનું યોગદાન આપ્‍યું.આધુનિક શાસન વ્‍યવસ્‍થા વહીવટી તંત્રનું નવનિર્માણ કર્યું.ભારતીય સંસ્‍કૃતિના પ્રતીક સમાં સોમનાથ મહાદેવ મંદિર નું પુનઃનિર્માણ કર્યું.અમુલના વિચાર દ્વારા સહકારી ક્ષેત્ર નો પાયો નાખ્‍યો.ગુજરાત ની જીવાદોરી સમી નર્મદા યોજના નો વૈચારિક પાયો નાખ્‍યો.રાષ્ટ્રીય સ્‍તરે  સિવિલ સર્વિસની  આધુનિક અખીલ ભારતીય સેવા પ્રણાલીની સ્‍થાપના કરી દેશની એકતા અને અખંડિતતા માટે મહત્‍વની વ્‍યવસ્‍થા કરી.

રાજુભાઈ ધ્રુવના જણાવ્‍યા અનુસાર, દેશ ને આઝાદી મળી અને અંગ્રેજો દેશ છોડતા હતા ત્‍યારે બ્રિટિશ ઇન્‍ડિયા સિવાયનો ભારતીય ઉપખંડ ૫૬૫ દેશી રજવાડાંનો દેશ હતો.ભારતના  એ દેશી  રજવાડાઓ માં એકપણ પ્રકાર ની  સમાનતા કે  એકવાક્‍યતા  ન હતી.દેશી રજવાડાઓ કોઈ નાના હતા કોઈ મોટા . ક્‍યાંક પ્રજા હિન્‍દુ નિઝામ-નવાબ મુસ્‍લિમ ,ક્‍યાંક રાજા હિન્‍દુ વસ્‍તી મુસ્‍લિમ એવી સામાજિક ભૌગોલિક અસમાનતા હતી.

૧૫ ઓગસ્‍ટ ૧૯૪૭નાં રોજ બધા બ્રિટન ની સર્વોપરિતા-આધિપત્‍ય માંથી મુક્‍ત થવાના હતા. આ ભાતીગળ દેશી રાજ્‍યો  માંના કોઈપણ  ઇચ્‍છે તે ભારત કે પાકિસ્‍તાન સાથે જોડાઈ શકે તેમ હતા, સ્‍વતંત્ર રહી શકે કે સ્‍વતંત્ર જૂથ રચી શકે તેમ હતા. પરંતુ અંગ્રેજો કે ઝીણા ની તમામ  ચાલબાજી ને નિષ્‍ફળ બનાવી અસાધારણ ચતુરાઈ,બુદ્ધિશક્‍તિ અને શૌર્ય પરાક્રમ  થી અને કુનેહ કાબેલિયત થી વીજળીક ઝડપે મહાન સરદાર પટેલે  ૫૬૨ રજવાડાઓને રાષ્ટ્ર માં વિલીનીકરણ કરી  એક મહાન ભારત રાષ્ટ્રનું સર્જન કર્યું. જગતનાં ઇતિહાસ માં આવી અદ્વિતીય સિધ્‍ધિનો જોટો જડે એમ નથી. યુરોપમાં જર્મની માં બિસ્‍માર્કે મુઠ્ઠીભર રાજાઓને તલવાર ના જોરે  જેર કરી એક મજબૂત જર્મન રાજ્‍ય રચ્‍યાનો દાખલો છે પરંતુ એક ધર્મ,એક ભાષા અને એક રૂપરંગ આચાર વિચારને કારણે તે સરળ હતું.  .વિરાટ સરદારનાં વિરાટ વિશાળ કાર્ય ની સામે  બિસ્‍માર્કની કામગીરી સાવ વામણી અને સામાન્‍ય લાગે છે. ભારતમાં રજવાડાઓની સંખ્‍યા ૫૬૫ કરતા વધુ સેંકડોમાં હતી. સરદાર પટેલની પદ્ધતિ બિસ્‍માર્ક કરતા સાવ અલગ અને બેમિસાલ અજોડ  હતી. બિસ્‍માર્કે સરમુખત્‍યારીશાહી અને સૈન્‍યબળ સાથે  હિસા જોર જુલમ કર્યા હતા, જ્‍યારે સરદારે કોઈપણ જાતના બળ પ્રયોગ વગર  નરમાશ સાથે  વિનમ્રતા, વિવેકીપણા સાથે લોકશાહીઢબે શાંતિપૂર્ણ રાજદ્વારી સમજાવટો દ્વારા  આ મહાન કાર્ય પૂર્ણ કરેલ હતું. બંને વચ્‍ચ સરદાર પટેલ દ્વારા દક્ષિણ ભારતના હૃદય સમાન  હૈદરાબાદ જેવા અપવાદરૂપ  કિસ્‍સામાં નાછૂટકે બળનો ઉપયોગ લોહીનું ટીપું પણ વહાવ્‍યા વગર સૈન્‍ય પ્રયોગ દ્વારા કરવામાં આવ્‍યો હતો તેમ રાજુભાઈ ધ્રુવે અંતમા જણાવ્‍યું હતું.

(3:44 PM IST)