તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
કાલે સત્યયુગ શ્રી રામજી મંદિરે પ૩મો પાટોત્સવ, અન્નકુટ મહોત્સવ, સંધ્યા આરતી
નિજમંદિર સાડા ત્રણ દાયકાથી ‘ૐ ર્હ્રીં રામ જય રામ જય જય રામ' ની અખંડ ધુન ચાલી રહી છે

રાજકોટઃ શહેરની મધ્યે ગોંડલ રોડ ઉપર જુની બાળ અદાલત સામે આવેલ સુપ્રસિધ્ધ સત્યયુગ શ્રી રામજી મંદિર (ન્યાલ ભગત અન્નક્ષેત્ર) આવતીકાલે તા. ર ના રવિવારે પ૩ મો પાટોત્સવ અને અન્નકુટ મહોત્સવ યોજાએલ છે.
આવતીકાલે તા. ર ના રવિવારે સવારે ૯ થી સાંજે ૭ સુધી અન્નકુટ દર્શન સાંજે ૬:૩૦ વાગ્યે સંધ્યા આરતી તથા અન્નકુટ આરતી રાખેલ છે. ભાવિકોને લાભ લેવા સુરેશ મહારાજ દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સત્યયુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા ૩પ વર્ષથી બ્રહૃદ બ્રહ્મ મંત્ર ‘ૐ હ્ર ર્ીં રામ જય રામ જય જય રામ''ની અખંડધુન ચાલે છે. પરમાત્મન શ્રી સત્ ચીત્ આત્મન ભગવાનએ સત્યયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના ૧૯૭૩ માં કરેલી હતી ત્યારથી અહી દેવ દિવાળીના દિવસે દર વર્ષે અન્નકુટ તથા પાટોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
અહીયા વિશ્વ કલ્યાણ તથા ગાય માતાની રક્ષા અર્થે છેલ્લા ૩પ વર્ષથી અખંડધુન ચાલી રહેલ છે. ભાવિકોએ લાભ લેવા સત્યયુગ શ્રી રામજી મંદિર તરફથી આમંત્રણ અપાયું છે. રાહુ્લ જોષી, ડો. વિમલભાઇ પંડયા, પ્રવિણભાઇ પટેલ, બ્રિજેશ આસોડીયા વધુ માહિતી માટે સપર્ક કરોઃ સુરેશ મહારાજ, રાહુલભાઇ જોષીઃ ૮૮૪૯૭ ૧૬૮૧૫
તસ્વીરમાં રાહુલભાઇ જોષીઃ (મો. ૮૮૪૯૭ ૧૬૮૧૫) ડો. વિમલભાઇ પંડયા,પ્રવિણભાઇ પટેલ અને બ્રિજેશ આસોડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:46 AM IST)










