<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કામરેજ વિધાનસભામાં રૂ.૧૪૫૦ કરોડના ખર્ચે ૩૦.૫૫ હેક્ટરમાં એક જનરલ હોસ્પિટલ અને ત્રણ અત્યાધુનિક સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો નિર્માણ પામશે : ૧૫૦૦ બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ : ૫૦૦ થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ : ૫૦૦ થી વધુ બેડની યુરોલોજી એન્ડ નેફ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ : ૫૦૦ થી વધુ બેડની કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ : દક્ષિણ ગુજરાત અને કામરેજની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઈ કરાઈ : દક્ષિણ ગુજરાતમાં નિર્માણ પામનાર ૩ અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ હોસ્પિટલોથી મેડિકલ ટુરિઝમ મેપમાં સુરત જિલ્લો મજબૂત સ્થાન પામશે: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા5:14 PM IST

કાલે વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે : એક્સેસ પાસ માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી આપશે, ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વેગ મળશે : ગુજરાતમાં એક્સેસ પાસ દ્વારા માછીમારો સશક્ત બનશે, નિકાસમાં વધારો થશે : મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે : સુવિધા લૉન્ચ થવાથી આ પ્રદેશ મત્સ્યઉદ્યોગ વિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે જે દરિયાઈ સંસાધન વૃદ્ધિ અને નિકાસમાં ગુજરાતનું નેતૃત્વ દર્શાવશે4:28 PM IST

ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની ૨૩ દરખાસ્તોને મંજૂરી આપી: જીતુભાઈ વાઘાણી : પાણી પુરવઠા બોર્ડ, જેટકો, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ગુજરાત પાવર કોર્પોરેશનને વિવિધ પ્રોજેક્ટ્સ માટે કુલ ૧.૨૨ કરોડ ચો. મીટરથી વધુ જમીનની ફાળવણી : સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે ૧.૨૦ કરોડ ચો.મી.થી વધુ જમીનની ફાળવણી : આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે : પ્રવક્તા મંત્રીની જાહેરાત3:37 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST