<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ફિનાઇલ, ઝેરી દવા, ઉંઘની વધુ દવા પી લેવાના ૬ અલગ અલગ બનાવ

તમામને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયાઃ છ પૈકી બે યુવાને આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યુઃ સારવાર બાદ રજા અપાઇ

રાજકોટ તા. ૧: ફિનાઇલ, ઝેરી દવા, બિમારીની વધુ પડતી દવા પી લેવાના...બનાવ બન્‍યા હતાં. આ તમામને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં જે તે પોલીસ સ્‍ટેશનને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી. જેમાં બે યુવાને આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ મોચી બજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં નિઝામભાઇ ઇસ્‍માઇલભાઇ તરઘડીયા (ઉ.વ.૪૦ા નામના યુવાને રાતે નવેક વાગ્‍યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તે ચેવડાની દુકાનમાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ હાલમાં ઘરમાં પૈસા આપવાના હોઇ પણ પોતાની પાસે પૈસા ન હોઇ આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યુ હતું.

બીજા બનાવમાં જામનગર રોડ શેઠમનગરમાં રહેતાં ધવલ શાંતિલાલ ગઢવી (ઉ.વ.૨૪) નામના યુવાને રાતે દસેક વાગ્‍યે સાણ સાફ કરવાનું લિક્‍વીડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ યુવાન ટૂર ટ્રાવેલ્‍સનું કામ કરે છે અને ઘરના વાહનો ધરાવે છે. તેના ધંધાના પૈસા ફસાઇ ગયા હોઇ અને તેને બીજા લોકોને ચુકવવાના હોઇ તેના ટેન્‍શમાં પગલુ ભર્યાનું કહ્યું હતું.

ત્રીજા બનાવમાં નવાગામ શેરી નં. ૨માં રહેતી સોનલબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.૪૦) ઉંઘની વધુ દવા પી જતાં, શાપર રામદેવ હોટલ પાસે રહેતી ગુંજાબેન કિશોર રવિાદસ (ઉ.વ.૧૯) બાથરૂમ સાફ કરવાનું ફિનાઇલ પી જતાં અને શાપર ગંગાગેઇટ પાસે રહેતી સુનિતા રામુભાઇ ભારતી (ઉ.વ.૧૫) ફિનાઇલ પી જતાં તેમજ રામનાથપરા-૭માં રહેતો ધર્મેશભાઇ હિમતસિંહ રાઠોડ (ઉ.વ.૨૭) પણ સાંજે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

તમામને સારવાર બાદ રજા અપાઇ હતી. આ તમામ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જે તે પોલીસ સ્‍ટેશનમાં કરી હતી. 

 

(2:35 PM IST)