<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

નરેન્‍દ્રભાઇ મોદી- ઓપરેશન સિંદુર- છાવા- વિજયભાઇ રૂપાણીની રંગોળીએ મેદાન માર્યું

દિવાળી ઉત્‍સવ અંતર્ગત મનપા દ્વારા યોજાયેલ રંગોળી સ્‍પર્ધાનું પરિણામ જાહેર : ગ્રુપ રંગોળીમાં નેન્‍સી પારેખ, માનસી પારેખ તથા દિયા સુતરીયા તેમજ વ્‍યકિતગતમાં તુલસી દફતરી, તુલસી કાલરીયા તેમજ અમૂલ કંજારા પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા

રાજકોટ તા.૧: મહાનગરપાલિકા દ્વારા ‘‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલું રાજકોટ'' અંતર્ગત તા.૧૭ થી તા.૨૦ દરમ્‍યાન રેસકોર્ષ રીંગ રોડ ખાતે રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી સ્‍પર્ધા નિર્યાયકો દ્વારા વિજેતા થયેલ સ્‍પર્ધકોના નામ જાહેર કરવામાં આવેલ છે.

સ્‍પર્ધાના નિર્ણાયકો તરીકે મુકેશભાઇ વ્‍યાસ, ચૈતન્‍ય વ્‍યાસ, જયશ્રીબેન રાવલ, રૂપલબેન સોલંકી, વલ્લભભાઈ પરમાર, એમ.યુ.ચૌહાણ, ડો.અસિતભાઈ ભટ્ટ, ડો.પ્રદીપભાઈ દવે, મુકેશભાઇ ડોડીયા, જગદીશભાઇ ચૌહાણ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ ત્રિવેદીએ સેવા આપેલ. 

ગ્રુપ રંગોળી ૫×૧૫ની બનાવવામાં આવેલ જે પૈકી ત્રણ રંગોળીના વિજેતા (૧) નેન્‍સી પારેખ તથા ટીમ, (૨) માનસી પારેખ તથા ટીમ અને (૩) દિયા સુતરીયા તથા ટીમને રૂપિયા ૫૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે. વ્‍યક્‍તિગત રંગોળી ૫×૫ની બનાવવામાં આવેલ, જેમાં પ્રથમ અગીયાર રંગોળીના વિજેતા (૧) તુલસી દફતરી, (૨) તુલસી કાલરીયા, (૩) અમૂલ કંજારા, (૪) વેનિષા પરમાર, (૫) વિવેક હરનેશા, (૬) માનસી ચૌહાણ, (૭) મૈત્રી વેકરીયા, (૮) નિકિતા પટેલ, (૯) જય ભેડા, (૧૦) જીગ્નેશ ધોળકિયા તથા (૧૧) પૂજાબેન નિમાવતને પણ રૂપિયા ૫૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત એકાવન સ્‍પર્ધકને રૂપિયા ૧૦૦૦/- ઈનામ આપવામાં આવશે.

આ સ્‍પર્ધા ને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્‍યાસ, હેમાબેન વ્‍યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્‍યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્‍મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવેલ.

આ સ્‍પર્ધા ને સફળ બનાવવા માટે ૫૦ વોલંટિયરએ પણ સેવા આપેલ. અંદાજે એક લાખ કરતા પણ વધુ લોકોએ આ રંગોળી સ્‍પર્ધા નિહાળી હતી.

(3:17 PM IST)