<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર ભાવિન રાધનપુરથી પકડાયો

ડીસીપી ઝોન-ર ના નાસ્‍તા ફરતા સ્‍કોડના પી.એસ.આઇ. આર. એચ. ઝાલા તથા ટીમની કામગીરી

રાજકોટઃ તા.૧, માલવીયાનગર પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્‍સને બાતમીના આધારે ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્‍કોડની ટીમે પાટણના રાધનપુરથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસ કમિશ્‍નર બ્રિજેશકુમાર ઝા તથા જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર મહેન્‍દ્ર બગડીયા એ સૂચના આપતા ડીસીપી ઝોન-ર નાનાસતા ફરતા સ્‍કોડ ના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા તથા ટીમે આરોપીની શોધખોળ હાથધરી હતી. દરમ્‍યાન બાતમી મળતા છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી  ભાવિન વિજયભાઇ સોલંકી (રહે. જેઠાસર, મફતીયાપરા, રાધનપુર ગામ) ને પાટણના રાધનપુરથી ઝડપી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ આર.એચ.ઝાલા, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, દ્વારા કરવામાં આવી હતી.

(3:34 PM IST)