<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના: બાકી મેમો ભરવાના નામે એપીકે ફાઇલ મોકલી ઠગાઈ

આરટીઓ ઈ-ચલણના નામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરલભાઈ કોઠારીના ખાતામાંથી ૮ લાખ ઉપાડી લેવાયા: સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ:શહેરમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના બની છે જેમાં ટ્રાફિકનો બાકી મેમો ભરવાના નામે આરટીઓ ઇ ચલણની એપીકે ફાઇલ મોકલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ખાતામાંથી ૮ લાખ રૂપિયા ઉપાડી લેવાય છે. 

જાણવા મળ્યા મુજબ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાય પાર્કમાં રહેતા અને અયોધ્યા ચોક પાસે ધ સ્પાયરમાં ઓફિસ નં. ૯૦૯માં સીએ તરીકે પ્રેકટીસ કરતાં વિરલભાઈ વિનોદરાય કોઠારી (ઉ.વ.૩૮)ને અજાણ્યા વોટ્સએપ નંબર ધારકે વોટ્સએપ મારફતે આરટીઓ ટ્રાફિક ઈ-ચલણ રૂા. ૫૦૦,એપીકે નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીલેન હેક કરી લઈ રૂ. ૮ લાખ ઉપાડી લેવામાં આવતા આ છેતરપિંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. 

છેતરપીંડીનો ભોગ બનેલા વિરલભાઈએ પોલીસને જણાવ્યું હતું કે ગઈ તા. ૨૧-૯-૨૫ના તેના વોટ્સએપમાં અજાણ્યા શખ્સે આરટીઓ ટ્રાફિક ઇ-ચલણ રૂા ૫૦૦, એપીકે નામની ફાઈલ મોકલી હતી. જે જોતાં આ એપ્લીકેશન આરટીઓની છે અને તેને ઓનલાઈન મેમો ભરવાનો બાકી હોવાથી ફાઇલ ઇન્સ્ટોલ કરી હતી. એપ્લીકેશન ઓપન કરતાં તેમાં રૂા. ૫૦૦ ચલણ પેમેન્ટ માટેની સ્ક્રીન આવી હતી. જેમાં પેમેન્ટ ગેટ-વેની પેઈજ ઓપન થયું હતું. એટલું જ નહીં બેન્ક સિલેક્ટ કરવાનું ઓપ્શન આવતા તેણે પોતાની બેન્ક સિલેક્ટ કરતાં બેન્કની સાઇટ જેવું પેઈજ ખૂલ્યું હતું. જેમાં તેણે નેટ બેકિંગના આઈડી-પાસવર્ડ નાખ્યા હતાં. પરંતુ તેને શંકા જતાં પ્રોસીડ નામના ઓપ્શન પર ક્લીક કર્યું ન હતું. ગઈ તા. ૨૪-૯-૨૫નાં તેના ફોનમાં ફોરવેર્ડેડ કોલમાં અજાણ્યો મોબાઈલ નંબર સેટ થઈ ગયો હતો. જે નંબર તે કાઢતા હતા ત્યારે ફોન પર રૂા. ૫ લાખ અને રૂા. ૩ લાખ ડેબીટ થયાના મેસેજ આવ્યા હતાં.

જેથી તેણે તત્કાળ બેન્કના હેલ્પલાઇન નંબર પર કોલ કરી ખાતુ ફ્રીઝ કરાવી નાખ્યું હતું. બાદમાં આ મામલે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર કોલ કરી, જાણ કરી અરજી કરી હતી. ત્યારબાદ તેણે અરજી બાબતે રૂપિયા પાછા મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે બાબતે ગઈ તા. ૧૬-ઓર્ડર ૧૦-૨૫ના રૂા. ૫.૮૯ લાખનો કોર્ટે ઓર્ડર કર્યો હતો. ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આરટીઓ ઇ ચલણના નામે ઠગાઈનાં અનેક બનાવો વચ્ચે વધુ એક ફ્રોડની ઘટના સામે આવી છે.

(10:01 AM IST)