<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

રાજકોટ શહેર- જીલ્લામાં નવા ૨૫૬ મતદાન મથકો વધશે : ચૂંટણી પંચની મંજૂરી

હાલ ૨૨૫૬ મતદાન મથકોઃ વધારા બાદ આગામી વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં ૨૫૧૨ મતદાન મથકો થશે.. : શહેર-જીલ્લામાં ઘરે-ઘરે BLO મારફત ‘SIR' કામગીરી શરૂઃ ફોર્મ અપાઇ રહ્યા છેઃ ફોર્મ ભરાયા બાદ પાછા લેવાશેઃ ફાઇનલ મતદાર યાદી ફેબ્રુઆરી ૨૦૨૬માં જાહેર થશે

 

 

રાજકોટ તા.૩ : શહેર જિલ્લામાં ચૂંટણી પંચના આદેશ મુજબ એસઆઇઆર ની ઘરે ઘરે મારફત મતદાર યાદી સુધારણા અંગેની કાર્યવાહી શરૂ થઈ છે. બીજી બાજુ રાજકોટ કલેકટર દ્વારા નવા નિયમો મુજબ બૂથો વધારવા અંગે ચૂંટણીપંચમાં જે દરખાસ્‍ત થઇ હતી તેમાં ચૂંટણી પંચ સંપૂર્ણ અભ્‍યાસ બાદ રાજકોટ શહેર-જીલ્લામાં ૨૫૬ મતદાન મથકો વધારવા અંગે મંજુરી આપ્‍યાનું ટોચના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૨૨૫૬ બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે મતદાર યાદી અંગે ફોર્મ અપાઈ રહ્યા છે કામગીરી શરૂ થઈ ગયા  અને તમામને તાલીમ પણ અપાયાનું સૂત્રોએ ઉમેર્યું હતું

દરમિયાન કચેરીના ટોચના અધિકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ અંદાજે ચારથી પાંચ મહિના પહેલા ચૂંટણી પંચના આદેશ મુજબ એક મતદાન મથક દીઠ ૧૨૦૦ મતદારો રાખવાના નિર્ણય સંદર્ભે મતદાન મથકોનો સર્વે કરવામાં આવ્‍યો હતો અને તેમાં ૭૦૦ જેટલા મતદાન મથકો વધી રહ્યા હતા આ પછી રાજકોટ કલેકટર દ્વારા મતદાન મથકોનો ફાઇનલ વધારો કરી અને ચૂંટણી પંચને મંજૂરી અંગે મોકલી દેવાયેલ.

આ બાબતે ચૂંટણી પંચે સંપૂર્ણ અભ્‍યાસ કરી રાજકોટ શહેર જિલ્લામાં નવા ૨૫૬ મતદાન મથકોને વધારાને મંજૂરી આપી દીધી છે અને આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આ નવા ૨૫૬ મતદાન મતદાન મથકો નો વધારો થશે અને તેથી હવે આગામી ચૂંટણીઓમાં રાજકોટ શહેર જિલ્લામાં ૨૫૧૨ મતદાન મથકો થશે દરેક મતદાન મથક ઉપર ૧૨૦૦ આસપાસ મતદારો રહેશે આ ચિત્ર ફાઇનલ થઈ ગયા નું અધિકારી સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું. હાલ ૨૨૫૬ મતદાન મથકો છે. તેમાં ૨૫૬ મથકો વધશે. સૂત્રોએ જણાવેલ કે હાલ  મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે ફોર્મ અપાઈ રહ્યા છે આ ફોર્મ ભરી ને પાછા લેવાશે કુલ ચાર વખત બુથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જશે બાદમાં સુધારણા વધારા ની કાર્યવાહી કરાશે અને ત્‍યારબાદ ફેબ્રુઆરીમાં ફાઇનલ મતદાર યાદી જાહેર થશે

આ ફાઈનલ યાદી જાહેર થયા બાદ રાજકોટ જિલ્લાના વધનાર  કુલ નવા ૨૫૬ મતદાન મથકોની ડ્રાફ્‌ટ પણ જાહેર થશે આ અંગે કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું. અત્રે એ નોધનીય છે કે કુલ ૨૫૬ મતદાન મથકના વધારામાં એકલા રાજકોટમાં જ ૧૯૦ આસપાસ મતદાન મથકો વધવાની સંભાવના છે. (૩.૧૨)

(2:45 PM IST)