<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મોરબી રોડ ગાંધી વસાહતમાં રમેશભાઇ જાદવનો ઝેરી દવા પી લઇ આપઘાત

ચાર દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૪: મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

ગાંધી વસાહતમાં રહેતાં રમેશભાઇ (રામાભાઇ) બટુકભાઇ જાદવ (ઉ.વ.૪૨)એ સાંજે ઘરે હતાં ત્‍યારે ઘઉંમાં રાખવાની ટીકડીઓ ૫ી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા રમેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં.

રમેશભાઇને સંતાનમાં ચાર દિકરી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. બિમારીને કારણે પગલુ ભર્યાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. બી-ડિવીઝન પોલીસ વધુ તપાસ કરે છે.

 

(4:24 PM IST)