<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

મોરબીમાં વૃધ્‍ધાશ્રમમાં યોજાઇ ગયેલ સ્‍નેહમીલન

 

રાજકોટઃ મોરબીમાં આવેલા વૃધ્‍ધાશ્રમમાં આશરો લઇ રહેલા વડીલ માવતરો સાથે તેમના જ સગાસબંધીની હાજરીમાં દિપાવલીનું સ્‍નેહમીલન યોજવામાં આવેલ. કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટ સંચાલીત વૃધ્‍ધાશ્રમ-મોરબીના પ્રાર્થના હોલમાં માવતરને વૃધ્‍ધાશ્રમમાં મૂકી ગયા પછી એવા પરિવારો હતા જે પ્રથમ વખત મળવા આવ્‍યા હતા. 

આ પ્રસંગે મહિલા આયોગ વિભાગ મોરબીના સંયોજક રાજદીપભાઇ ગોહેલે ઉપસ્‍થીત તમામ સગા-સ્‍નેહીઓને દર વર્ષે એક વખત આ રીતે દરેક માવતરોની ખબરઅંતર પૂછવા માટે વૃધ્‍ધાશ્રમની મુલાકાતે આવતા રહેવાના શપથ લેવામાં આવેલ.

 સંસ્‍થાના ટ્રસ્‍ટી રાજુભાઇ જે.મહેતાએ સૌનું સ્‍વાગત કરેલ.પરેશભાઇ કીકાણી તથા કીરણબા વાઘેલા વિ.એ. જહેમત ઉઠાવી હતી.

(2:22 PM IST)