News of Wednesday, 5th November 2025
શિખ અને સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતિની ઉમંગભેર ઉજવણી
જો બોલે સો નીહાલ...સત્શ્રીઅકાલ... વાહેગુરૂજી કા ખાલસા વાહે ગુરૂજી કી ફતેહ : બપોરે લંગર પ્રસાદ લઇ ભાવિકો ધન્ય : રાત્રે ભોગ સાહેબ, હીંડોળા દર્શન-આતશબાજી : રામનાથપરા, પરસાણાનગર, ગાયકવાડી સહીતના સ્થળે

ગુરૂદ્વારા સહીત ગુરૂ મંદિરોમાં પૂજા-પાઠ : શ્રી ગુરૂનાનક દેવની જન્મ જયંતિ નિમિતે રાજકોટમાં આવેલ ગુરૂદ્વારા અને ગુરૂ મંદિરોમાં આજે સવારથી પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અમૃતવેલા અને કીર્તન, ભક્તિ, સત્સંગ, શબદ કિર્તન, ગુરૂનાનકવાણી, ભજન, આરતી, પૂજન, અરદાસ વગેરે કાર્યક્રમોનો લ્હાવો ભાવિકો લઇ રહ્યા છે. તસ્વીરમાં જંકશન પ્લોટ ખાતે આવેલ ગુરૂદ્વારા ખાતે પાઠ સત્સંગ અને દર્શનનો લાભ લેતા ભાવિકો તેમજ લંગર પ્રસાદની ચાલી રહેલ તૈયારીઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)
રાજકોટ તા. ૫ : શીખ અને સિંધી ધર્મના ગુરૂ શ્રી નાનકદેવ મહારાજની જન્મ જયંતિની આજે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ભાવભેર ઉજવણી થઇ રહી છે. એક સપ્તાહથી ભક્તિ સંગીતના કાર્યક્રમોની આજે રાત્રે પૂર્ણાહુતિ થશે.
શ્રી ગુરૂનાનક દેવની ૫૫૭મી જન્મ જયંતિ નિમિતે સદર ફુલછાબ ચોક સામે આવેલ શ્રી ગુરૂનાનક મંદિરે આજે સવારે અમૃતવેલા, કથા, કીર્તન કરવામાં આવ્યા હતા.
આજે સાંજે ૬ થી ૭.૩૦ સુધી ભક્તિ, સત્સંગ, શબ્દ, કીર્તન, ગુરૂનાનકવાણી, ભજન, આરતી, પૂજન, અરદાસ વગેરે કાર્યક્રમો થશે. બપોરે અને સાંજે બન્ને ટાઇમ કણા-પ્રસાદ વિતરણ કરાશે.
આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યે ગુરૂ ભંડારો લંગર (મહાપ્રસાદ) રાખવામાં આવેલ. તેમજ રાત્રે ૧.૨૦ મીનીટે પૂ. ભોગ સાહેબ હિંડોળા દર્શન, આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની પૂર્ણાહુતિ સાથે ગુરૂનાનક જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. મંદિરને રોશનીથી શણગારવામાં આવેલ છે.
સર્વે ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના રામનાથપરા, સિંધી કોલોની, ગાયકવાડી પ્લોટ, ગુરૂદ્વારા, પોપટપરા નાલા સામે, પરસાણાનગર, મોચીનગર, ગુરૂદ્વારા, શ્રેયસ સોસાયટી, પારસ સોસાયટી વગેરે જગ્યાએ ગુરૂનાનક જન્મોત્સવ ઉજવવા ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવેલ હોવાનું જવાહર પંજાબી (મો.૭૫૬૭૯ ૮૦૮૩૮)ની યાદીમાં જણાવાયુ છે.
ગુરૂનાનક મંદિર પરસાણાનગર
ગુરૂનાનક દેવના ૫૫૬માં જન્મ દિવસની ઉજવણીરૂપે પરસાણાનગર મેઇન રોડ પર આવેલ ગુરૂનાનક મંદિર તુલસીદાસ ધામ (મો.૯૯૨૪૧ ૬૦૯૧૦) ખાતે આજે તા.૫ ના બપોરે ભોગ સાહેબ, લંગર પ્રસાદ રાખવામાં આવેલ. રાત્રે ૧.૨૦ કલાકે જન્મોત્સવ નિમિતે વિશેષ કાર્યક્રમો થશે.
સિંધી કોલોની
સિંધી કોલોની શાષાી કોલોની ખાતે આજે ગુરૂનાનક જન્મોત્સવ નિમિતે પ્રભાતફેરી-નગરયાત્રા યોજવામાં આવી હતો. દરમિયાન રાત્રે સંગીતના સથવારે વિવિધ કાર્યક્રમો રાખેલ છે. રાત્રે ૧.૨૦ મીનીટે આતશબાજી તથા કેક કાપી ઉત્સવ ઉજવાશે.
(2:31 PM IST)










