News of Thursday, 6th November 2025
SIR અંતર્ગત BLO દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લેશેઃ ગણતરી ફોર્મ અપાશે : મૃતક-સ્થળાંતર મતદારોની ઓળખ કરાશે
જેમના નામ SIR સાથે મેળ નહિ ખાય તેવા તમામ મતદારોને નોટીસો અપાશે : કેસોની સુનાવણી થશેઃ વૃધ્ધ-બીમાર-દિવ્યાંગ મતદારો માટે ખાસ સ્વયંસેવકોઃ કલેકટરે સતાવાર યાદી જાહેર કરી

રાજકોટ, તા., ૬ : ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) તા.ર૮/૧૦/૨૦૨૫ થી શરૂ થયેલ છે. બિહારમાં સફળતાપૂર્વક SIRનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ ૧૨- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજો તબકકો શરૂ કરવામાં આવ્યો છે.
ભારતના બંધારણાના અનુચ્છેદ ૩૨૬ અનુસાર મતદારની પાત્રતા અન્વયે માહીતગાર કરવામા આવ્યા. જેમાં મતદાર ભારતનો નાગરિક હોવો જોઇએ, ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર હોવી જોઇએ, સામાન્ય રીતે મતવિસ્તારનો રહેવાસી હોવો જોઇએ તેમજ કોઈપણ કાયદા હેઠળ ગેરલાયક ઠરેલ ન હોવો જોઇએ.
ઉ૫રાંત BLO કક્ષાએ દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવશે, ૨૦૦૨-૨૦૦૪માં યોજાયેલા છેલ્લા SIRમાં મતદારને તેમના નામ અથવા તેમના સંબંધીઓના નામ સાથે મેચ/લિંક કરવામાં મદદ કરશે. જે માટે મતદારોને મેચ કરવા/લિંક કરવા માટે/BLOs અગાઉના SIRનો ઓલ ઈન્ડિયા ડેટાબેઝ (https://voters.eci.gov.in/) પણ ઍક્સેસ કરી શકે છે.
ઉ૫રાંત BLOs નવા મતદારના સમાવેશ માટે ફોર્મ ૦૬ અને ઘોષણાપત્ર એકત્ર કરશે, મતદારને EF ભરવામાં મદદ કરશે તથા તેને એકત્ર કરીને ERO/AEROને સબમિટ કરશે તેમજ દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ૩ મુલાકાત લેશે. આ દરમ્યાન મળતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે. આ કામગીરી દરમ્યાન ગણતરીના તબક્કામાં, EF સાથે અન્ય કોઈ દસ્તાવેજ એકત્રિત કરવાની જરૂર નથી.
EROs/ AEROs જેમના મત ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે તેવા તમામ મતદારોના નામ ડ્રાફટ યાદીમાં શામેલ કરશે અને જેમના નામ છેલ્લા SIR સાથે મેળ ખાતા નથી/લિંક કરી શકયા નથી તેવા તમામ મતદારોને નોટિસ આપશે તથા પાત્રતા ચકાસવા માટે આવા કેસોની સુનાવણી કરશે અને તેમના નામ અંતિમ યાદીમાં સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરશે. આ કામગીરી દરમ્યાન પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક બાકાત ન રહે અને પાત્રતા ન હોય તેવા કોઈ વ્યક્તિનો સમાવેશ ન થાય તે ખાતરી કરશે.
રાજકીય પક્ષોની ભાગીદારી અન્વયે CEO, DEO અને EROs તમામ માન્ય પક્ષોને મળશે અને SIR પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવશે, તમામ માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો (BLAs) ની તાલીમ આ૫વાની કામગીરી હાથ ઘરવામાં આવશે. તે જણાવવામાં આવ્યુ તેમજ BLAs મતદારો પાસેથી યોગ્ય રીતે ભરાયેલા EFs પણ એકત્રિત કરી શકે છે, ૫૦ EFs/દિવસ સુધી પ્રમાણિત કરી શકે છે અને BLO ને સબમિટ કરી શકે છે.
જે મતદારો છેલ્લા SIR સાથે મેચ/લિંક કરી શકયા નથી તેમને ERO/AERO દ્વારા નોટિસ જારી કરવામાં આવશે, મતદાર તરીકે તેમની યોગ્યતા સુનિヘતિ કરવા માટે સૂચક દસ્તાવેજોની ચકાસણી કરવી, છેલ્લા SIR પહેલા તેમના ઠેકાણાની ખાતરી કરવા માટે સુનાવણી જેવી કામગીરી હાથ ઘરવામાં આવશે.
EROs/AEROs દ્વારા દાવાઓ/વાંધાઓ સ્વીકારવા અને તેના પર નિર્ણય અન્વયે કોઈ પણ મતદાર અથવા માન્ય રાજકીય પક્ષોના BLA દાવો અથવા વાંધો નોંધાવી શકે છે તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ અંતિમ મતદાર યાદીનું પ્રકાશીત કરવામાં આવશે.
ખરા મતદારો, ખાસ કરીને વળદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથોને હેરાગતિ ન થાય અને તેમને શકય તેટલી સુવિધાઓ આપવામાં આવે તે માટે સ્વયં સેવકોની નિમણૂંકની કામગીરી કરવામાં આવશે, તેમ રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ઓમપ્રકાશની યાદીમાં જણાવાયું છે.
(2:30 PM IST)










