<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સોનાની વસ્‍તુ બનાવવાના સામાનની ચોરીનો આળ મુકી બે કારીગરને મેનેજર સહીતે માર માર્યો

પીપળીયા હોલ પાસે આર.કે.સિલ્‍વર કારખાનામાં બનાવઃ સુલતાન મલીક અને તેનો મિત્ર રાજુસીંગને સાચુ ન બોલે ત્‍યાં સુધી પ્‍લાસ્‍ટીકના પાઇપથી ફટકાર્યોઃ બે મેનેજર અને બે સિકયુરીટી ગાર્ડ સામે ભકિતનગર પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૬ : પીપળીયા હોલ પાસે આવેલા આર.કે.સિલ્‍વર નામના કારખાનામાં કામ કરતો કારીગર પર સોનાની વસ્‍તુ બનાવવાના સામાનની ચોરી જતો હોવાની શંકા કરી બે મેનેજર અને બે સિકયુરીટી ગાર્ડે પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે માર મારતા તેને બચાવવા જતા બીજા કારીગર ઉપર પણ શંકા કરી તેને પણ માર માર્યાની ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

 વેસ્‍ટ બંગાળના દુગલીનો વતની હાલ રાજકોટમાં કેવડાવાડીમાં આસ્‍થા પેલેસમાં ભાડે રહેતો સુલતાન અબ્‍બાસભાઇ  મલીક (ઉ.વ.૩૮) એ ભકિતનગર પોલીસ મથકમાં કારખાનાના મેનેજર સંદીપ અને કલ્‍પેશ તથા બે સિકયુરીટી ગાર્ડ વિરલ ભાલુ અને ભરતસિંહ ઝાલા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. સુલતાને ફરિયાદમાં જણાવ્‍યુ છે કે હું છેલ્લા દોઢ વર્ષથી પીપળીયા હોલ પાસે આવેલા આર. કે. સીલ્‍વર નામના કારખાનામાં મજૂરી કામ કરૂ છું. તા. ૪ના રોજ સાંજે હું મારૂ કામ પુરૂકરીને જવાની તૈયારી કરતો હતો. ત્‍યારે વિરલ ભાલુએ મને ચેકકરતા મારા ખીસ્‍સામાંથી અમારા કારખાનામાં સોનાની વસ્‍તુ બનાવવા માટેનો સામાનભુલથી મારા ખીસ્‍સામાંથી નીકળતા વિરલે આ વસ્‍તુ કેમ લઇ જાય છે! તેમ પૂછતા મે તેને કહ્યું કે ભુલથી રહી ગઇ હશે. તેમ કહેતા તે મને કારખાનાની ઓફીસમાં મેનેજર પાસે લઇ ગયો હતો. બાદ મેનેજર સંદીપ અને કલ્‍પેશે બંન્ને આ સીકયુરીટી ગાર્ડ વિરલે મારા ખીસ્‍સામાંથી નીકળેલ વસ્‍તુ બાબતે વાત કરતા બન્નેએ કહેલ કે ‘સાચુ ના બોલે ત્‍યાં સુધી મને મારવાનુ કહેતા સીકયુરીટીગાર્ડ વિરલે પ્‍લાસ્‍ટીકના પાઇપથી મને માર મારવા લાગ્‍યા હતા. દરમ્‍યાન મારો મીત્ર રાજુસીંગ ચંન્‍દ્રપાલસીંગ આવી જતા મેનેજરે તેના ઉપર પણ મારા ખીસ્‍સામાંથી નીકળેલો સામાન હું રાજુને વેંચુ છું. તેમ શંકા કરી રાજુને પણ માર મારવા લાગ્‍યા હતા. દરમ્‍યાન બીજો સીકયુરીટીમેન ભરતસિંહ ઝાલા પણ આવી જતા તેણે વિરલ પાસેથી પાઇપ લઇને બંન્ને મારમાર્યો હતો. અમે બંનેએ કહેલ કે ભુલથી આ સામાન ખીસ્‍સામાંથી રહી ગયો છે. ચોરી નથી કરી તેમ આજીજી કરવા છતાં મેનેજરે આ બન્ને સીકયુરીટી ગાર્ડને મારમારવાનું ચાલુ રાખવાનું કહયું હતું. બાદ બંને કારખાનેથી નીકળી ઘરે જતા રહયા હતા. આ અંગે સુલતાને ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.જે ગોહિલે તપાસ હાથધરી છે.

(3:34 PM IST)