News of Friday, 7th November 2025
રાજકોટ જિલ્લા પંચાયતમાં વંદે માતરમ...

રાજકોટઃ રાષ્ટ્રગીત વંદે મારતમની ૧૫૦મી વર્ષગાંઠની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ જિલ્લા પંચાયત કચેરી- ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી, સદસ્ય મોહનભાઇ દાફડા, ડે ડીડીઓ જય ગોસ્વામી, ઇલાબેન ગોહિલ, પ્રિયાંક ગલચર, તમામ શાખાધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને ‘‘વંદે માતરમ'' નું સમૂહગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને રાષ્ટ્રજતન માટેના સામુહિક શપથ લીધા હતા.
(2:30 PM IST)










