<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

SIR સંદર્ભે ચૂંટણીપંચની ટીમ ગાંધીનગરમાં રાજકોટ સહિત તમામ કલેકટરો સાથે બેઠક

થયેલ કામગીરીની સમીક્ષાઃ રાજકોટમાં ઘરે-ઘરે ફોર્મ વિતરણની કામગીરી લગભગ પૂર્ણ...

 

રાજકોટ તા.૭: રાજ્‍યભરમાં સ્‍પેશિયલ સમરી રિવિઝનની શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે, બૂથ લેવલ ઓફિસર  દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનો સર્વે શરૂ કરવામાં આવ્‍યો છે.

દરમ્‍યાન આજે કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર ખાતે આવી પહોંચી હતી. ટીમે રાજ્‍ય ચૂંટણી પંચની કચેરી ખાતે રાજ્‍યના તમામ જિલ્લા કલેક્‍ટરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્‍યમાં ચાલી રહેલી SIRની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્‍ટરો પાસેથી કામગીરીની પ્રગતિ અને પડકારો વિશે માહિતી મેળવવામાં આવી હતી, રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ ગાંધીનગર રીપોર્ટ અર્થે દોડી ગયા છે. રાજકોટમાં પણ SIRની કામગીરી પૂરજોશમાં છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કાની ઘરે-ઘરે જઈને એન્‍યુમરેશન ફોર્મ  વિતરણની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.(૨.૧૪)

(2:51 PM IST)