<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

મતદાર યાદી સુધારણા અંગે વર્ચ્‍યુઅલ માર્ગદર્શન

 

 મતદાર યાદી સુધારણા અંતર્ગત હાલ રાજયમાં અભિયાન ચાલી રહ્યુ છે. ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં વર્ચ્‍યુઅલ કાર્યશાળા એન્‍જીનીયરીંગ એસો.હોલ, ભક્‍તિનગર સોસાયટી ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીએ એસ.આઇ.આર.ની ભુમિકા વિષે માર્ગદર્શન આપ્‍યુ હતુ. પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ આપેલ આ કાર્યશાળામાં વિશેષ માર્ગદર્શન અભિયાનના રાષ્‍ટ્રીય ઇન્‍ચાર્જ અને પૂર્વ પ્રમુખ હરિયાણા, રાષ્‍ટ્રીય મંત્રી ભાજપ શ્રી ઓમપ્રકાશજી ધનકર દ્વારા અપાયુ હતુ. સમાપનમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે માર્ગદર્શન પુરૂ પાડેલ. કાર્યશાળા પૂર્વ જિલ્લા પ્રમુખ જામનગરના રાજકોટ વિધાનસભા-૭૦ દક્ષિણના પ્રદેશ નિયુકત પ્રભારી વિપુલભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં યોજાઇ હતી. આ તકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાશાષાી રમેશભાઇ ટીલાળા, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી વિજયભાઇ ટોળીયા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુરભાઇ શાહ, મતદાર યાદીના વિશેષ સુધારણા અભિયાનના સંયોજક મહેશભાઇ મિયાત્રા, સહઇન્‍ચાર્જ કિરીટ ગોહેલ, કેતનભાઇ વાછાણી સહીત શહેર હોદેદારો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો તેમજ વિધાનસભા-૭૦ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:55 PM IST)