News of Friday, 7th November 2025
રૂખડીયાપરામાં રાજેશ ઉર્ફ ડોનીયાએ ખડકેલી પાંચ ઓરડી પર પ્ર.નગર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની હાજરીમાં પીઆઇ વી. આર. વસાવા અને ટીમ દ્વારા કાર્યાવાહી થઇ

રાજકોટઃ રૂખડિયાપરામાં રાજેશ ઉર્ફ ડોનીયો રમેશભાઇ ચૌહાણે સરકારી જમીન ઉપર ખડકી દીધેલી પાંચેક ઓરડીઓ પ્ર.નગર પોલીસ અને મહાપાલિકાના સ્ટાફે તોડી પાડી હતી. રાજેશ સામે દારૂ, મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા છે. પોલીસે તપાસ કરતાં રાજેશે રૂખડિયાપરામાં પાંચેક ઓરડી સરકારી જમીનમાં બનાવી લીધાની માહિતી મળી હતી. આ માટે પોલીસે જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ મનપા અને પીજીવીસીએલના સ્ટાફની હાજરીમાં તમામ ઓરડીઓ ઉપર આજે સાંજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ વખતે સ્થળ પર પોલીસ બંદોબસ્ત રખાયો હતો. આ ઉપરાંત ઝોન-રના ડીસીપી રાકેશ દેસાઇ અને એસીપી રાધીકા ભારાઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. પીઆઇ વી. આર. વસાવા અને ટીમ દ્વારા મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી.
(3:59 PM IST)










