<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

એડવોકેટ હરેશ પરસોંડાનો કાલે જન્‍મ દિવસ

સાથે વકીલાત ક્ષેત્રે સીલ્‍વર જયુબેલી વર્ષની ઉજવણી

રાજકોટઃ તા. ૮, રાજકોટના ખ્‍યાતનામ એડવોકેટ એન્‍ડ નોટરી શ્રી હરેશ બી. પરસોંડા નો આવતીકાલે તા.૦૯/૧૧/૨૦૨૫ ના રોજ જન્‍મ દિવસ છે. તેમજ રાજકોટ શહેર ખાતે વકીલાતના વ્‍યવસાય મા જોડાયા ને ૨૫ વર્ષ (સિલ્‍વર જયુબેલી) પુર્ણ કરેલ છે.

હરેશ બી. પરસોંડા રાજકોટ ખાતે સને-૨૦૦૦ થી ફોજદારી તેમજ સીવીલ રાહે વકીલાત કરી ખુબ સારી નામના મેળવેલ છે. તેમજ સમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં સેવાકીય પ્રવળતિ સાથે અલગ અલગ સંસ્‍થામાં જોડાયેલ છે જેમાં બજરંગવાડી વેપારી એસોશીએશન ના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ તથા હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે તેમજ રાજકોટ બાર એસોશીએશન માં પુર્વ જોઈન્‍ટ સેક્રેટરી રહી ચુકેલ છે અને ભા.જ.૫. વોર્ડ નં. ૨ ના ઉપપ્રમુખ તરીકે રહેલા હતા અને હાલમાં રાજકોટ ભાજપ લીગલ સેલ વિધાનસભા ૭૦ ના ઈન્‍ચાર્જ તથા વિ.હી.૫. લીગલ સેલના કોર કમિટીના સભ્‍ય તરીકે નિમણૂંક પામેલ છે અને રાજકોટ જિલ્લા હયુમન રાઈટના જોઈન્‍ટ સેક્રેટરી તરીકે અને લોયર્સ સ્‍પોટર્સ ફાઉન્‍ડેશન નામની વકીલો માટે રમત ગમત અંગેની સંસ્‍થામાં સેક્રેટરી તરીકે સેવા આપે છે અને વોઈસ ઓફ લોયર્સ રાજકોટ ચુંવાળીયા કોળી-સમાજ મા સાંસ્‍કળતીક કાર્યક્રમ રૂપે સ્‍પંદન રાસોત્‍સવના નામે સમાજના ભાઈ બહેનો માટે દાંડીયારાસ નું દર વર્ષે આયોજન કરે છે અને રાજકોટ ખાતે ચુંવાળીયા ઠાકોર બોડીંગ સંસ્‍થામાં કારોબારી સભ્‍ય તરીકે તેમજ પૂર્વ ઉપપ્રમુખ પદે તથા સંતશ્રી વેલનાથ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટમાં મંત્રી પદે તથા ગુજરાત ચુંવાળીયા કોળી-સમાજ ગુજરાતના સંગઠન મંત્રી તરીકે તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ગુજરાત સરકારશ્રી દ્રારા જિલ્લા કાનુની સેવા મંડળ ધ્‍વારા સંચાલીત મીડીએશન સેન્‍ટર માં મીડીએટર તરીકે સેવા આપેલ છે. તેમજ અનેક નામાંકીત કંપનીઓ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા, ગુજરાત સ્‍ટેટ પેટ્રો લી., યુનાઇટેડ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઓફ ઈન્‍ડીયા લી., યશરાજ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી, તેમજ સંકલ્‍પ સિધ્‍ધ સહકારી મંડળી લી, માં એડવોકેટ તરીકે રોકાયેલ છે.

 રાજકોટ ખાતે બાર એસોશીએશન યુવાન વકીલ મિત્રો માં પોતાની ખુબજ સારી ચાહના ધરાવે છે અને વકીલ મિત્રોના કોઈપણ કામ અંગે ખુબજ ખંતથી તેઓની સાથે રહી વકીલ મિત્રોના પ્રશ્‍નો નિકાલ કરવામાં હંમેશા મદદરૂપ થતા હોય જેથી યુવાન વકીલ મિત્રો તેમને ખુબજ આવકાર આપે છે. અને હાલમાં જ તેઓની નવી અદ્યતન ઓફીસ પરસોંડા એસોસીએટસ ૯૦૨, આર.કે.વર્લ્‍ડ ટાવર, શીતલપાર્ક બસસ્‍ટોપ નજીક, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ ખાતે કાર્યરત છે.

આ વર્ષે  તેઓના જન્‍મદિવસ ની સાથે તેઓએ વકીલાતના વ્‍યવસાય ના ૨૫ વર્ષ પુર્ણ થયેલ હોય તે નીમીતે પરસોંડા એસોસીએટર્સના તમામ સભ્‍યો તથા તેઓની સાથે ભુતકાળમાં જુનિયર તરીકે રહેલા તમામ વકીલ મિત્ર તથા પરસોંડા કુટુંબના સભ્‍યો દ્રારા તેઓના વકીલાત ક્ષેત્રમા ૨૫ વર્ષ પુર્ણ થયા અંગે સિલ્‍વર જયુબેલી વર્ષની ઉજવણી કરવાનુ નક્કી કરેલ છે.

આવતીકાલે તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૮૨૪૪ ૦૯૯૫ર ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે. 

હરેશ પરસોંડા

(3:11 PM IST)