<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ભારતીનગરના વૃધ્‍ધા મધુબેન પરમારનું એસિડ પી જતાં મોત

 

રાજકોટ તા. ૧૦: શહેરના ગાંધીગ્રામ  લાખના બંગલા પાસે ભારતીનગર-૧માં રહેતાં વૃધ્‍ધાએ એસિડ પી આપઘાત કરી લેતાં  પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ભારતીનગરમાં રહેતાં મધુબેન ધીરૂભાઇ પરમાર (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધા ઘરે એસિડ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, રવિભાઇ અને પ્રતાપભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મગજ ભમતો હોવાથી પગલુ ભર્યાનું જણાવાયું હતું

(2:38 PM IST)