News of Monday, 10th November 2025
પીજીવીસીએલના એમ.ડી. કેતનભાઇ જોષી ‘અકિલા' ના અતિથીઃ અનેક નવા પ્રોજેકટની વિગતો વર્ણવીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરી ઘટાડવામાં સફળતા

રાજકોટ :.. પીજીવીસીએલ.ના મેનેજીંગ ડીરેકટર શ્રી કેતનભાઇ જોષી આજે અકિલા ડેઇલીના માનનીય અતિથી બન્યા હતા, અને ‘અકિલા' ના મેનેજીંગ તંત્રી તથા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અનેક નવા પ્રોજેકટની વિગતો જણાવી હતી, તેમણે ઉમેર્યુ હતું કે ર૦ર કરોડના ખર્ચે ૪ પોલની આખી સિસ્ટમ અંગેનો પ્રોજેકટ રજૂ કરાયો છે, જે મંજૂર થયે દરિયાકાંઠાના પ્રદેશો પહેલા લેવાશે, ગમે તેવા તોફાની પવન-વાવાઝોડામાં આ પોલ અખંડિત રહેશે, આવી જ રીતે ડીસેમ્બરથી દિલ્હીની સાંધાઇ કંપની ફોલ્ટ અંગે કાર્યવાહી સંભાળશે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કંપનીઓ સ્ટાફ ફોલ્ટ અંગે ફરિયાદ મળ્યે દોડી જશે, ર૦૦ લાઇનવાળી સિસ્ટમ હશે, જેથી ગ્રાહકને તુરત જ પ્રત્યુતર મળશે, તેમ આવી રહેલ ફોલ્ટ ટીમ કયાં પહોંચી તે પણ ગ્રાહક જીપીએસ સિસ્ટમળી જાણી શકશે, તેમણે જણાવેલ કે વીજચોરી સામે કડક ઝૂંબેશ ચાલી રહી છે, સેન્સેટીવ વિસ્તારોમાં ટી એન્ડ ડી. લોસ ઘટયા છે, વીજચોરી ઘટાડવામાં સફળતા સાંપડી છે, અત્રે ઉમેરવુ જરૂરી કે શ્રી કેતનભાઇ જોષી રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છથી સારી રીતે માહિતગાર છે, પી. ડી. માલવિયા કોલેજમાં શિક્ષણ મેળવ્યું છે, અને પીજીવીસીએલ દેશભરમાં હરણફાળ ભરે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, શ્રી કેતનભાઇની મુલાકાત સામે તેમના પીઆરઓ શ્રી ઋત્વીક પરમાર ખાસ સાથે રહ્યા હતા, તસ્વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અનેક મહત્વના મુદ્ાઓ અંગે ચર્ચા કરતા શ્રી કેતનભાઇ જોષી, અન્ય તસ્વીરમાં ‘અકિલા' ના સિનીયર પત્રકાર નીતિનભાઇ પારેખ તથા બાજુમાં ઋત્વીકભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૩)
(3:01 PM IST)










