<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સુરેશભાઇ- મિતુલભાઇ વસાના આંગણે માંડવી ચોક દેરાસરની ૨૦૦મી ધજાની પધરામણીઃ પદમાવતી મહાપૂજન

પૂ.આ.દેવ બંધુ બેલડી મ.સા.ના સુશિષ્‍ય મુનિરાજ પૂ.મનકચંદ્ર મ.સા. તથા પૂ.પ્રિયચંદ્ર મ.સા.ની નિશ્રા

 

રાજકોટ : શહેરના ૧૯૯ વર્ષ પ્રાચિન તીર્થ માંડવી ચોક દેરાસરજીની ૨૦૦મી ધ્‍વજા અને મંગલ કળશની પધરામણીનો લાભ જૈન શ્રેષ્‍ઠી સુરેશભાઇ ગુલાબચંદ વસા તથા યુવા ઉદ્યોગપતિ મિતુલભાઇ સુરેશભાઇ વસાએ નિવાસ્‍થાન વસંત કુંજ, એ.જી. ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લીધો હતો. શનિવારે સાંજે ભવ્‍ય સામૈયા સાથે ધ્‍વજાજી અને મંગલ કળશનું આગમન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સાંજે ભકિતસંગીતની રમઝટમાં પરિવારજનો અને આમંત્રીતોને ભકિતકાર ધર્મેશભાઇ શાહે રસતરબોળ કર્યા હતા. જયારે રવિવારે સવારે બંધુ બેલડી પૂ.આ.દેવશ્રી જીન હેમચંદ્રસાગરસૂરીજી મ.સા.ના સુશિષ્‍ય પૂ.મનકચંદ્ર મ.સા. તથા પૂ.પ્રિયચંદ્ર મ.સા.ની સામૈયા સાથે ભવ્‍ય પધરામણી થઇ હતી. પૂ.શ્રી દ્વારા માંગલીક અને પૂજન મહિમાનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્‍યું હતું. પધારેલ મહેમાનો- આમંત્રીતો માટેનવકારશીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સવારે ૧૦ કલાકે શ્રી પદમાવતી દેવીના મહાપૂજનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. પૂ.ગુરૂભગવંતોના શ્રીમુખેથી પૂજન અને જિનવાણીનો લાભ ભાવિકોએ લીધો હતો. આ પ્રસંગે દાદાવાડી જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખ જીતુભાઇ ચા વાળાએ ઉપસ્‍થિત રહી મિતુલભાઇ વસાનું બહુમાન કર્યુ હતું. સુરેશભાઇ વસા પરિવારે ૨૦૦મી સાલગીરી અવસરે સંઘ દ્વારા કરવામાં આવનાર સુપાર્શ્‍વનાથ દાદાની ચાંદીની મૂર્તિ નિર્માણમાં પણ લાભ લીધો હતો. પૂ.ગુરૂભગવંતોએ વસા પરિવારના ઇલાબેન સુરેશભાઇ, અવનીબેન મિતુલભાઇ, ચિ.હેત્‍વી તથા ચિ.ધૈર્ય ઉપર આર્શીવાદ વરસાવી ધર્મલાભ લેતા રહેવાની પ્રેરણા આપી હતી. બપોરે સ્‍વામીવાત્‍સલ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું હતું

(3:35 PM IST)