News of Monday, 10th November 2025
ઠંડીમાં શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યાઃ ૧૭૦૦ દર્દી
મનપા દ્વારા ૩પ૬પ૯ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧ર૮૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ૪ દર્દીઃ મચ્છર ઉત્પતિ સબબ ૪૮૪ને નોટીસઃ રૂ. ર૮ હજારનો દંડ

રાજકોટ તા. ૧૦: શહેરમાં શિયાળો શરૂ થતા રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે.
આ સપ્તાહે ૧૭૦૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છજન્ય રોગના ૪ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩ થી ૯ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૪ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૪ કેસ નોંધાયા છે.
શરદી-ભાવના
૧૭૦૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૦૭ તેમજ સામાન્ય તાવના ૭૧૭ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૬૯, ટાઇફોઇડના ર તથા કમળાના પ સહિત કુલ ૧૭૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩ર૪૭પ તેમજ સામાન્ય તાવતા ૩૩૧૬૦ અને ઝાડા ઉલ્ટીના કેસ ૭૯૬૬ તથા ટાઇફોઇડના ૯ર તેમજ કમળાના ૧૩૬ કેસ નોંધાયા છે.
મચછર ઉત્પતિ સબબ
૪૮૪ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩પ૬પ૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧ર૮૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય પ૦૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૮૪ લોકોને નોટીસ પાઠવી રૂ. ર૮૭પ૦નો દંડ કરાયો હતો.
(4:30 PM IST)










