<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

વોર્ડ નં.૧૩માં સ્‍નેહમિલન

રાજકોટઃ વિધાનસભા-૭૦ના વોર્ડ નં.૧૩માં ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્‍થિતિમાં નૂતન વર્ષનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ સ્‍નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ  પટેલ સહિત શહેર હોદેદારો, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન વોર્ડ પ્રમુખ સંદિપભાઇ અંબાસણા અને આભારવિધિ વોર્ડ પ્રભારી પ્રવીણભાઇ પાઘડારે સંભાળેલ. 

(4:22 PM IST)