News of Tuesday, 11th November 2025
રાજકોટ માં પ્રથમ વખત તાપમાન ૧પ ડીગ્રી નીચે પટકાયુ

રાજકોટ : ઠંડી ધીમી ગતીએ જોર પકડી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી આસપાસ જોવા મળે છે. આજે સવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળેલ : હવામાન ખાતુ કહે છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થશે.
દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી નોં ઘાયેલ છે. પવન ૬ કિ.મી. અને ભેજ ૮૬ ટકા છે. વ્હેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને કામધંધે જનારાઓએ ઠંડીના ચમકારા અનુભવ્યા હતા.
હાલ તો મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. વ્હેલી સવારે ઁઅને મોડી રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આમ, મિશ્ર હવામાનના લીધે તાવ, શરદી, ઉધરસના કેસો ધીમે-ધામે વધી રહ્યા છે.
હવામાન ખાતુ જણાવે છે કે આ સપ્તાહ લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. નવેમ્બરના અંતિમ દિવસો અને ડિસેમ્બર આખો મહિનો તેમજ નવા વર્ષના દિવસોમાં ઠંડી જમાવટ કરતી હોય છે. જો કે વેધરની એક ખાનગી સંસ્થા સ્કાયમેટ જણાવે છે કે આ વખતે કડકડતી ઠંડીનો સમયગાળો ૩૦ દિવસનો રહેશે.
(4:07 PM IST)










