News of Wednesday, 12th November 2025
માઉન્ટેડ પોલીસ હેડ કવાર્ટર ખાતે રેન્જ આઇજી અશોક યાદવ સમક્ષ ઘોડેશ્વાર પોલીસની ડ્રીલ-પરેડ

રાજકોટઃ રાજકોટ જીલ્લા પોલીસના વાર્ષીક ઇન્સ્પેકશન અંતર્ગત આજે માઉન્ટેડ પોલીસ હેડ કવાર્ટર ખાતે રેન્જ આઇજી અશોક યાદવ તથા રૂરલ એસપી વિજય ગુર્જર સમક્ષ જીલ્લા પોલીસના અશ્વદળના ઘોડેશ્વારોની ટીમે ડ્રીલ, મીડલે રીલે તથા પરેડ યોજી હતી. ત્યાર બાદ રેન્જ આઇજી અશોક યાદવ તથા એસપી વિજયસિંહ ગુર્જરે હોર્સ રાઇડીંગ કલબના સભ્યો સાથે કલબની વિવિધ પ્રવૃતિ અંગે ચર્ચા કરી હતી. માઉન્ટેડ હેડ કવાર્ટરના પીઆઇ વાય.બી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઘોડેશ્વારોની ટીમોએ વિવિધ કરતબો રજુ કર્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
(2:24 PM IST)










