News of Wednesday, 12th November 2025
આંતરરાષ્ટ્રીય નેચરોપથી દિવસ નિમિતે તત્વ સેન્ટર દ્વારા મંગળવારે વિશેષ કાર્યક્રમોનું આયોજન

તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા તત્વ નેચરોપેથીના ફાઉન્ડર ડો. રસીલાબેન પટેલ અને સાથે જીજ્ઞાબેન ઠકકર, તેજલબેન ભટ્ટ, યેશા ઠકકર, ધ્રુવી પટેલ, ઉમંગી સોરઠીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૨ : આહાર એજ ઔષધ વિચારધારા સાથે કામ કરતા તત્વ નેચરોપેથી સેન્ટર દ્વારા આગામી તા. ૧૮ ના આંતરરાષ્ટ્રીય નેચરોપથી દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમમાં નેચરોપથી ક્ષેત્રેના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. ડો. એમ. વી. શ્રીધર (બેંગલુરુ) મુખ્ય અતિથિ તરીકે કી-નોટ એડ્રેસ આપશે. જયારે ડો. પાર્થ વ્યાસ, રાજકોટના જાણીતા સાઉન્ડ હીલીંગ નિષ્ણાંત, ધ્વની ઉપચારના મહત્વ વિષે માર્ગદર્શન આપશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તત્વ નેચરોપથીના સ્થાપક ડો. રસિલા પટેલ કરશે. તત્વ ખાતે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનો કન્વોકેશન સમારોહ પણ આ સાથે યોજેલ છે.તત્વના અભિગમ મુજબ યુવાઓમાં નેચરોપથી અંગે જાગૃતિ ફેલાવવા રાજકોટના વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાશે. આ ઉજવણી એક અઠવાડીયા સુધી હેલ્થ વીક રૂપે કરાશે. જેમાં વિશેષજ્ઞ સત્રો, ઉપચાર પ્રદર્શન અને પ્રેકટીકલ વર્કશોપ્સ રાખવામાં આવશે.
તા. ૧૮ ના તત્વ નેચરોપથી ફાઉન્ડેશન, મોરબી હાઇવે, દ્વારકાધીશ હોટલ પાસે, રતનપર રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમનો વધુને વધુ લોકોએ લાભ લેવા અને વધુ માહીતી માટે મો.૯૯૧૩૧ ૩૪૫૨૨ અને મો.૯૮૨૫૬ ૭૪૨૧૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(2:36 PM IST)










