<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

રાજકોટ શહેર ભાજપના અગ્રણી કાર્યકર અને વોર્ડ નં. 7ના પૂર્વ પ્રમુખ કૌશિક ચાવડાનો આજે ૪૮મો જન્મદિવસ

યશસ્વી જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ : સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક કૌશિકભાઈ વોર્ડ નં. ૭ના પૂર્વપ્રમુખ તરીકે સક્રિય : પંચનાથ હોસ્પિટલ સહિત વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે

રાજકોટ : રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર ૭ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર એવા કૌશિક ચાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરીને ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

કૌશિક ચાવડા સૌરાષ્ટ્રના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે અને છેલ્લા ૧૫ વર્ષથી વ્યવસાયમાં સક્રિય છે. તેઓ ઉદ્યોગની સાથે સાથે સમાજસેવા માટે પણ જાણીતા છે અને સમાજમાં સારી નામના ધરાવે છે.

તેઓ રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નંબર ૭ના પૂર્વ પ્રમુખ હોવા ઉપરાંત, વિવિધ સંસ્થાઓમાં પણ સક્રિય સેવા આપી રહ્યા છે. તેઓ નિયમિતપણે પંચનાથ હોસ્પિટલ ખાતે સેવા આપવા માટે જાણીતા છે.

બહોળું મિત્ર વર્તુળ ધરાવતા કૌશિકભાઈ ચાવડાને આજે તેમના મિત્રો, ભાજપના આગેવાનો અને કાર્યકરો તરફથી મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૧૧૦૧૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(6:21 PM IST)