News of Thursday, 13th November 2025
સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા પૃથ્વીસિંહ જાડેજા ‘‘બાવા''નું દુઃખદ નિધન : કાલે શુક્રવારે બેસણું
અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજીતભાઈ ગણાત્રા અને વેબએડીશનના તંત્રી નિમીષભાઈ ગણાત્રા દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

પૃથ્વીસિંહ જાડેજા ‘બાવા'ની સ્મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ શ્રધ્ધાંજલી અર્પણ : રાજકોટઃ એક સમયના કોંગ્રેસના લડાયક નેતા પૃથ્વીસિંહ જાડેજા ‘બાવા'નું ૭૬ વર્ષની વયે ગત મોડીરાત્રે દુઃખદ નિધન થયેલ છે. આજે સવારે તેમના નિવાસસ્થાને અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પૃથ્વીસિંહને અકિલા સાથે પારિવારીક સંબંધ હતો. સદ્ગતની સ્મશાનયાત્રામાં જયુડાડા નાનામવા, પિયુષભાઈ મહેતા, અમિતભાઈ રાજા, ભરતભાઈ ધ્રુવ (મિત બિલ્ડર્સ), રશ્મીનભાઈ પટેલ (અલય રેસીડેન્સી), કુલદિપસિંહ રાઠોડ, જયપાલસિંહ રાઠોડ, મહેશભાઈ ચૌહાણ, ભરતસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, રણધીરસિંહ જાડેજા નાનામવા, જયસિંહ પઢીયાર તેમજ પરિવારના રણજીતસિંહ નટવરસિંહ જાડેજા, અર્જુનસિંહ રણજીતસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા તથા કુટુંબીજનો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો, મિત્રો, સગાસંબંધીઓ જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૪૦.૧૮)
રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના વિતેલા સમયના દિગ્ગજ નેતા, ઈન્દિરાજી, રાજીવજી, સોનિયાજીના રાજકીય સલાહકાર સ્વ.અહેમદ પટેલ, સ્વ. ચીમનભાઈ પટેલ, સ્વ.માધવસિંહ સોલંકી, સ્વ. અમરસિંહ ચૌધરીના નજીકના સાથીદાર અને એસટી બોર્ડના પૂર્વ સભ્ય તથા શ્રી રણજીતસિંહ જાડેજાના ભાઈ અને શ્રી અર્જુનસિંહ જાડેજાના કાકા, શ્રી પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજાનું ૭૬ વર્ષની વયે મોડી રાત્રે દુઃખદ અવસાન થયું છે. સ્મશાન યાત્રા આજે ગુરૂવારે સવારે આઠ વાગ્યે તેમના નિવાસ સ્થાન વિવેકાનંદ રોડ, મ્યુનિસિપલ કમિશનરના બંગલાની પાસે, રાજકોટ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજીક, આગેવાનો તથા સગાસંબંધીઓ જોડાયા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા અને અકિલાના વેબએડીશનના તંત્રી, એકઝીક્યુટીવ એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા તેમજ પરિવાર દ્વારા સદ્ગત પૃથ્વીસિંહને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (અર્જુનસિંહ જાડેજા મો.૯૯૯૮૫ ૦૦૯૦૦) સદ્ગત પૃથ્વીસિંહના ભત્રીજા અને જાણીતા યુવા બિલ્ડર શ્રી અર્જુનસિંહ જાડેજાએ કાકાની અંતિમક્ષણ સુધી સેવા કરી હતી.
મૂળ ગામ નાનામવા (હાલ રાજકોટ) પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજા (ઉ.વ.૭૬) તે રણજીતસિંહ જાડેજાના નાનાભાઇ તથા અર્જુનસિંહ રણજીતસિંહ જાડેજાના કાકાનું તા.૧૨, બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૪ શુક્રવાર સાંજે ૪.૩૦ થી ૬-૦૦ કલાકે કાઠીયાવાડ જીમખાના, ડો.રાધાકૃષ્ણન માર્ગ, રાજકુમાર કોલેજની સામે, જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. રણજીતસિંહ નટવરસિંહ જાડેજા, અર્જુનસિંહ રણજીતસિંહ જાડેજા, પ્રયાણરાજસિંહ અર્જુનસિંહ જાડેજા, મો. ૯૯૯૮૫ ૦૦૯૦૦/૯૦૯૯૦ ૬૨૬૨૫.(૪૦.૧૯)
(2:47 PM IST)










