News of Thursday, 13th November 2025
મેજીક ટચ બ્યુટી એકેડમીનો પ્રારંભઃ બહેનોને વિનામૂલ્યે તાલીમ અપાશે

રાજકોટઃ શહેરમાં મવડી મેઇન રોડ ઉપર પેટ્રોલ પંપની સામેની શેરી, ૪-નવલનગર, રાજકોટ ખાતે મેજીક ટચ બ્યુટી એકેડમીનો પ્રારંભ થયો છે. જેમાં બહેનોને બ્યુટીપાર્લરની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. જે બ્યુટી પાર્લરના કોર્ષની કિંમત હજારો રૂપિયા હોય તે અહિં બહેનોને વિનામૂલ્યે એક મહિનાની તાલીમ આપવામા આવે છે. આયોજનમાં જીતાબેન દત્તાણી મો. ૯૯૨૪૭ ૫૩૭૨૨, જયોતિબેન પોરીયા મો. ૭૮૭૪૪ ૦૬૮૧૭, ભાવિકા ચૌહાણ, મીતા ઠકકર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:00 PM IST)










