તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 14th November 2025
ગુજરાત વૈષ્નવ સાધુ (વૈરાગી બાવા) સમાજ રાજકોટની ચુંટણી હાલ સ્થગિત રાખવા ચેરીટી કચેરીનો હુકમ

રાજકોટ તા. ૧૪ : ગુજરાત વૈશ્નવ સાધુ (વૈરાગી બાવા) સમાજ રાજકોટની જોગવાઇ વિરૂધ્ધ ચુંટણી કરવા થયેલ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવવામાં આવતા યોગ્ય દલીલો ધ્યાને લઇ ચેરીટી કમિશ્નર દ્વારા ચુંટણી સ્થગિત કરવા હુકમ થયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અરજદારોએ જણાવ્યુ હતુ કે શ્રી ગુજરાત વૈશ્નવ સાધુ (વૈરાગી બાવા) સમાજ રાજકોટની નોંધણી નં.એ/રર૩૦ સને ૧૯૭૭માં થઇ હતી. જેના એક વર્ષની મુદત માટે ટ્રસ્ટીની નિમણુંક કરવામાં આવ્યા બાદ ૪૮ વર્ષ સુધી ચુંટણી થઇ નહોતી. ત્યારે હવે સામાવાળાઓ દ્વારા ગેરરીતિથી સંસ્થાના બંધારણની જોગવાઇ વિરુધ્ધ જઇ એજન્ડા કે ઠરાવ વગર માત્ર સંસ્થાના ગેરકાયદેસર રીતે બની બેઠેલા ટ્રસ્ટીઓની મીટીંગ બોલાવી ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી.
આ બાબતે વકીલ ડી. કે. કોઠારીને રોકી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેઓએ દલિલોમાં જણાવ્યુ હતુ કે ગુજરાત વૈશ્નવ સાધુ (વૈરાગી) સમાજ રાજકોટ દ્વારા તા. ૯-૧૧-૨૦૨૫ના રોજ ફુલછાબમાં ચુંટણીની જાહેરાત પ્રસિધ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં ચુંટણીનું સ્થળ ‘ડાભોર પેલેસ ફાર્મ વેરાવળ-સોમનાથ બાયપાસ- ડાભોર ઓવરબ્રીજ પાસે, વેરાવળ' દર્શાવવામાં આવેલ છે. આમ સદર ટ્રસ્ટ રાજકોટ મુકામે નોંધાયેલ હોય અને સંસ્થાનું મુખ્ય કાર્યાલય પણ રાજકોટ ખાતે હોય ચુંટણીનું સ્થળ ખરેખર રાજકોટ હોવુ જોઇએ જે નથી રાખવામાં આવ્યુ.
આ બધી દલિલો ધ્યાને લઇ ચેરીટી કમીશ્નર દ્વારા તા.૨૨-૧૧-૨૦૨૫ની ચુંટણી હવે પછીની સુનાવણી તા. ૨૫-૧૧-૨૦૨૫ સુધી સ્થગિત કરવા હુકમ કરેલ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વૈશ્નવ સાધુ (વૈરાગી બાવા) સમાના ચેતનભાઇ ચંદ્રકાન્તભાઇ ગોંડલીયા (મો.૯૯૦૪૫ ૦૦૦૦૯), જીગ્નેશભાઇ આત્મારામભાઇ ગોંડલીયા (મો.૯૨૬૫૬ ૮૮૨૩૪), તુષારભાઇ અમરદાસ દાણીધારીયા, બાલકૃષ્ણભાઇ અમરદાસજી ગોંડલીયા, મુકેશભાઇ પ્રભુદાસજી મેસવાણીયા, વિમલભાઇ પરષોતમદાસજી ગોંડલીયા, જયેશભાઇ કાનજી કાપડી, શૈલેષભાઇ ભરતદાસજી દુધરેજીયા, રાજેશભાઇ તુલસીદાસજી કાપડી, અમિતભાઇ સી. ગોંડલીયા, ઇશ્વરદાસજી મોહનદાસજી દેશાણી, ઉજેષભાઇ દિનેશભાઇ દેશાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:55 PM IST)










