તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 14th November 2025
મવડી વિસ્તારમાં ગેરકાયદેસર કાચા- પાકા બાંધકામોનો કડુસલો
વિપક્ષના પ્રશ્નો બાદ લાં...બા સમય બાદ બુલડોઝર ધણધણ્યુ : વોર્ડ નં.૧૧ અને ૧૨માં આકાશદીપ સોસાયટી, મવડી ગામતળ વિસ્તારમાં અનઅધિકૃત મકાન, લાકડાનું સ્ટ્રકચર, ઝુપડાઓ સહિતના દબાણો હટાવાયાઃ ૧૧૬૬૦ ચો.મી.ની રૂા.૧૦૮.૩૭ કરોડની જમીન ખુલ્લી

રાજકોટ તા.૧૪: મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ચોમાસુ સત્રના બહાને છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરી હતી. પરંતુ આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે પ્રશ્ન પૂછાતા બોર્ડમાં વિપક્ષનો મોકો ન આપવો પડે તે માટે તંત્રએ આજે બુલડોઝર દોડાવી મવડી તથા મોટા મવામાં કાચા પાકા મકાનો અને ઝૂંપડા સહિતનો ૨ર બાંધકામોનુ ડિમોલીશન કરી રૂા.૧૦૮.૩૭ કરોડની ૧૧૬૬૦ ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે ટી. પી. સ્કીમ નં.૨૧-મવડી, અંતિમખંડ નં.૮/૧/એ (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ ૪-ઝુંપડા દૂર કરી ૨૬૪૬.૦૦ ચો.મી જમીન કિ.૯૫,૦૦૦ તથા ટી. પી. સ્કીમ નં.૨૧-મવડી, અંતિમખંડ નં.૩૭એ (વાણીજ્ય), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ લાકડાનું સ્ટ્રક્ચર ૧૧૮૪.૦૦ ૯૫,૦૦૦/- ટી. પી. સ્કીમ નં.૨૧-મવડી, અંતિમખંડ નં.૩૫/સી (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ ૨-કાચા પાકા મકાન ૧૩૫૬.૦૦ ૮૦,૦૦૦ ટી. પી. સ્કીમ નં.૨૧-મવડી, અંતિમખંડ નં.૨૭/બી (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ ૪-મકાન ૪૬૨.૦૦ ૮૦,૦૦૦/- ટી. પી. સ્કીમ નં.૨૭-મવડી, અંતિમખંડ નં.૬૭/એ, સવન સર્કલ, મવડી ગામતળની બાજુમાં, મવડી, રાજકોટ ૪-ઝુંપડાઓ ૩૩૬૭.૦૦ ૧,૦૦,૦૦૦/- ટી. પી. સ્કીમ નં.૨૬-મવડી, અંતિમખંડ નં.૬૧/એ, કસ્તુરી કાસા એપાર્ટમેન્ટ સામે, મવડી, રાજકોટ ૪-ઝુંપડાઓ ૨૬૪૫.૦૦ ૯૦,૦૦૦ કિમતની જમીન ખુલ્લી કરાવી હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહયા હતા
(3:23 PM IST)










