News of Monday, 17th November 2025
શહેરના રાજમાર્ગો ઉપર નડતરરૂપ ૮૦૦ રેકડી-કેબીન-પરચુરણ માલ સામાન જપ્ત
દબાણ શાખાનો સપાટો : વિવિધ વિસ્તારમાં રાજકીય, સામાજીક સંસ્થાના મંજુરી વિનાના ર૧૩૦ બોર્ડ-બેનરો હટાવાયાઃ રૂા.૪ લાખનો ચાર્જ વસુલાયો

રાજકોટ, તા., ૧૭: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાઍ જાહેર માર્ગો પર દબાણ રૂપ ઍવા ૬૮ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૩૫૦૧ કિલો શાકભાજી-ફળો જી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો ૨૧૩૦ વગેરે જ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
આ અંગે મનપાની યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ દ્વારા જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન, આનંદ બંગલા ચોક,રામનાથ પરા, કરણ્પાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ ૬૮ રેકડી/કેબીન જ કરવામાં આવી હતી.
જ્યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કૃષ્ણનગર મે.રોડ,રૈયા રોડ,૧૫૦ ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય ૭૬૦ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવેલ.
જામનગર રોડ,લક્ષ્મિનગર, જ્યુબેલી,યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૩૫૦૧ કિલો શાકભાજી/ફળ જ કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ, સોરથીયાવાડી પાસેથી રૂ.૧,૧૪,૩૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ, કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૩,૦૭,૦૫૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક પરથી ૨૧૩૦ બોર્ડ-બેનર જ કરેલા છે.
(3:36 PM IST)










