<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

રાજકોટમાં માર્ચમાં જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને કથા : જુઓ વિડીયો

તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે ભાગવત કથાનું દિવ્‍ય આયોજન : રાજકોટમાં કાર્યાલયનો પ્રારંભઃ અમરેલી- લાઠી હાઇવે પર આર્થિક નબળા બાળકો માટે શૈક્ષણિક સુવિધા સર્જાશેઃ ભવિષ્‍યમાં વૃધ્‍ધાશ્રમ- અનાથાશ્રમ નિર્માણ કરવા પણ આયોજન- પૂ.જીજ્ઞેશદાદા : સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર કથામાં પોથીની નોંધણી શરૂ

તસ્‍વીરમાં પૂ.જીજ્ઞેશદાદા સાથે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, રાજુભાઇ પોબારૂના મોટાભાઇ છબીલભાઇ પોબારૂ, પ્રભુ ગ્રુપના એમ.ડી. દિશિત પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, કાયદે આઝમ ડો.પુરૂષોતમ પીપરીયા, રાજકોટ કોમોડિટી એકસચેન્‍જ (સટ્ટા બજાર)ના એડવાઇઝર ટુ બોર્ડ- ભરતભાઇ વસા, વાઇસ ચેરમેન- હસમુખભાઇ સેજપાલ, ધવલભાઇ ખખ્‍ખર, રીટાબેન કોટક, કીર્તિભાઇ બુધ્‍ધદેવ વિગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ :.. લોકપ્રિય કથાકાર પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને રાજકોટમાં ભાગવત કથાનું ભવ્‍ય આયોજન થયું છે. માર્ચ મહિનામાં યોજાનાર કથાની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જીજ્ઞેશદાદાની ઉપસ્‍થિતિમાં આજે દાણાપીઠમાં કથાના કાર્યાલયનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે જીજ્ઞેશદાદાએ સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, આર્થિક પછાત બાળકોને શિક્ષણ આપવા માટે સંકલ્‍પ થયો છે, તેના લાભાર્થે કથા યોજાશે. તથાસ્‍તુ વિદ્યાપીઠ દ્વારા ભવિષ્‍યમાં વૃધ્‍ધાશ્રમ તથા અનાથાશ્રમ નિર્માણનું પણ આયોજન છે.

કથાના કાર્યાલય ઉદ્‌ઘાટન પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, દિશિત મારૂ, ડો. નિશાંત ચોટાઇ, ડો. પુરૂષોતમભાઇ પીપળીયા, ભરતભાઇ વસા, હસમુખભાઇ સેજપાલ, રીટાબેન કોટક, કીર્તિભાઇ બુધ્‍ધદેવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

આગામી માર્ચમાં રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ફરી એકવાર રાજકોટ અને સૌરાષ્‍ટ્રના કથા પ્રેમીઓ માટે સર્વજ્ઞાતિ પિતળઓના મોક્ષાર્થે રાધે રાધે પરિવાર તથા તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધે દ્વારા દિવ્‍ય વાણીનું રસપાન કરરાવવામાં આવશે.

આ સર્વજ્ઞાતિ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મુખ્‍યત્‍વે આર્થિક તથા ચિંતીત પરિવારોના બાળકોને એજ્‍યુકેશન આપવા માટે અમરેલી-લાઠી હાઇવે પર આકાર લઇ રહેલી ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' ના લાભાર્થે છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ધોરણ ૧૧ તથા ૧૨ સાયન્‍સમાં અભ્‍યાસ કરવા ઉપરાંત રહેવા-જમવાની સુવિધા સાથેનું મહાકાય સંકલ્‍પ કરેલ છે. આ નિર્માણાધીન સંકુલ ૨૦૨૭ સુધીમાં કાર્યરત થઇ જશે અને હજારો વિદ્યાર્થીઓ ત્‍યાં વિનામૂલ્‍યે ભણી શકશે.

આ ઉપરાંત રાધે રાધે પરિવાર દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ભવિષ્‍યમાં પૂજ્‍ય શ્રી જીગ્નેશદાદા રાધે રાધે દ્વારા આલીશાન વૃધ્ધાશ્રમ અને અનાથાશ્રમ પણ બનાવવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

આ કથા રાજકોટની છે, કથા છે સર્વજ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે તો રાજકોટના તથા સૌરાષ્‍ટ્રના દરેક કથા રસીકોને એમના પિતૃમોક્ષાર્થે આ કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. તથા આ કથામાં પોથી માત્ર રૂા. ૩૧૦૦૦ના અનુદાનથી નોંધાવી શકાશે. આ કથામાં પોથી નોંધાવા આજે જ કાર્યાલય ૨૧-૨૨, સટ્ટા બજાર, દાણાપીઠ, રાજકોટ ખાતે અથવા ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:04 PM IST)