News of Monday, 17th November 2025
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલ હત્યા કેસ : આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજાનો અપીલમાં છુટકારો
આજથી ૩૬ વર્ષ પહેલા બનેલ હત્યાની ઘટનામાં રાજકોટ સેસન્સ કોર્ટે છોડી મુકતા ગુજરાત સરકાર દ્વારા આરોપીને સજા કરવા કરેલ અપીલને હાઇકોર્ટે ફગાવી દીધી : વલ્લભભાઇની હત્યા કરવાનો હેતુ (મોટીવ) શુ હતો તે પુરવાર કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ છે : મૃતકના ડાઇંગ ડેકલેરેશન પણ માનવા લાયક નથી : મૃતકના સલામતી ગાર્ડનો પુરાવો પણ માનવા લાયક નથી

રાજકોટ, તા, ૧૭: ગુજરાતના અતિ ચકચારી તત્કાલિન હેલ્થ મીનીસ્ટર વલ્લભભાઇ પટેલની હત્યાનાં આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાનો નિર્દોષ છૂટકારો કાયમ રાખીને સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટ ફગાવી દીધી હતી આરોપી રાજકોટ સેશન્સ કોર્ટે છોડી મૂકવા કરેલ હુકમને કાયમ રાખ્યો હતો આ કેસની ઘટના બની અપીલ નામંજૂર થઇ તેની વચ્ચે આશરે ૩૬ વર્ર્ષ જેટલો સમય પસાર થયો છે. હાઇકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકાર દ્વારા સુપ્રિમમાં અપીલ થશે કે કેમ? તે અંગે અનેક અટકળોની ચર્ચા થઇ રહી છે.
આ કેસની વિગત એવી છે કે, પડધરી તાબેના હડમતીયા (જં.) ગામે તે વખતના ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તાકતવર નેતા અને તત્કાલીન હેલ્થ મીનીસ્ટરશ્રી વલ્લભભાઇ પોપટભાઇ પટેલે ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને તે અંગેનું કેમ્પેઇન ચલાવતા હતાં. તા.૨૧/૧૧/૧૯૮૯ ના એટલેકે આજથી આશરે ૩૬ વર્ષ પહેલાં તેઓની હડમતીયા ગામે ચૂંટણી સભાનું આયોજન પછી તે વખતના તાલુકા પંચાયતના પ્રમુખ ડો. ડાહ્યાભાઈ પટેલે કરેલ હતું. બનાવના દિવસે રાત્રિના આઠેક વાગે તેઓએ ગામના ચોરે આવેલ રામજી મંદિરે સભા લીધેલ તે વખતે તેમના સમર્થક હેમુભા તખુભા જાડેજા અને બીજા આગેવાનો હાજર હતાં. આ ચૂંટણીલક્ષી સભા પૂરી થતાં પછી આશરે નવ-સવા નવ વાગે હેલ્થ મીનીસ્ટર વલ્લભભાઈ પોપટભાઈ પટેલ તેમના પગરખાં પહેરતા હતાં તે વખતે એક નવયુવાને ત્યાં અચાનક આવી જઇ છરી વડે છએક જેટલાં વલ્લભભાઇ ઉપર ઘા કરી પ્રાણઘાતક હુમલો કરેલ અને આ શખ્શ ત્યાંથી નાસી ગયો હતો. પાછળથી આ હુમલાખોર તરીકે હડમતીયા (જં.) ના શખ્સ અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા હોવાનું ખુલેલ હતું.
આ હીચકારો બનાવ બનતા મીનીસ્ટરવલ્લભભાઇ પટેલને તાત્કાલિક તેમની ખાનગી મોટરકારમાં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર સારું લઇ જવામાં આવેલ, ત્યાં તેમનું ડી.ડી. નોંધાયેલ અને ચાલુ સારવારે તેઓનું અવસાન થયેલ હતું. જે બનાવની ફરીયાદ તત્કાલીન ડી.વાય.એસ.પી. રૂબરૂ હેમુભા તખુભા જાડેજાએ આપેલ હતી અને ફરીયાદ ઉપરથી આજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયેલ હતો. જે કેસની તપાસ પી.એસ.આઇ. શ્રી વી.વી.ગોહિલે સંભાળી હતી અને તેઓએ જામખંભાળીયા જઈને આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમીયાન સંખ્યાબંધ સાહેદોના નિવેદનો નોંધેલા હતા અને જરૂરી પંચનામાંઓ કરેલા હતા. સ્થાનિક પોલીસની તપાસ દરમીયાન આ તપાસમાં સી.બી.આઇ. પણ જોડાયેલ હતી અને તેમણે પણ તપાસની કામગીરીમાં સાથે-સહકાર આપેલ હતો. ત્યારબાદ તપાસ પૂરી થતાં પોલીસે રાજકોટના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી હતી જે ચાર્જશીટ કોર્ટમાં કમીટ થતાં કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલ હતો જેમાં ફરીયાદપક્ષે કુલ ૮૪ જેટલાં સાક્ષીઓને તપાસેલ હતા અને ઢગલાબંધ દસ્તાવેજી પુરાવા રજુ કરેલા હતા. હાયલના અંતે તે વખતના અધિક સેશન્સ જજથી સી.એ.સેજપાલે પોતાનો વિસ્તળત ચુકાદો તા.૧૭/૦૪/૧૯૯૬ ના રોજ જાહેર કરી આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલ હતો. આવી ટ્રાયલ પૂરી થતાં સાડા છ વર્ષ જેટલો સમય ગયેલ હતો અને આ તમામ સમય દરમીયાન આરોપી જેલમાં રહેલ હતો. રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને સરકાર તરફે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરીને પડકારેલ હતો.
આજે અપીલની સુનાવણી બનાવના આશરે ૩૬ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નીકળેલ હતી. જેમાં આરોપી તરફે સિનિયર એડવોકેટશ્રી યોગેશ લાખાણી તથા તેમની સાથે એડવોકેટશ્રી ધર્મેશ દેવનાની અને રાજકોટના યુવા ધારાશાષાીશ્રી ગૌરાંગ ગોકાણી રોકાયેલા હતાં અને તેઓએ લેખિત અને મૌખિક દલીલો રજુ કરી સરકારની અપીલ રદ કરવા વિનંતી કરેણી હતી. આરોપી તરફે એવી દલીલ હતી કે, ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. પંચનામું પુરવાર થયેલ નથી, આરોપીની ચરપકડ જ ગેરકાયદેસર હોવાનું પુરવાર થયેલ છે તેથી સેશન્સ કોર્ટે યોગ્ય રીતે જ આરોપીને છોડી મૂકેલ છે. આરોપીની ઓળખપરેડ સ્વરૂપનો પુરાવો તકલાદી પુરાવો છે. અને આ પંચનામાનાં બંને પંચો ફરી ગયેલાં છે તેથી પંચનામું પુરવાર થયું નથી. મુદ્દામાલની છરી આરોપી પાસે કબજે થઈ નથી પરંતુ પી.એસ.આઇ, વી.વી.ગોહિલે રજુ કરી છે તેથી ગુનામાં વપરાયેલ હથિયાર જ મુદ્દામાલની છરી હતી તેવું સાબિત થતું નથી. પોલીસે સાહેદોના નિવેદનો શંકાસ્પદ રીતે નોંધેલા છે. વળી, કોઇ દાર્શનિક સાહેદનો પુરાવો છે નહિ તેથી પ્રોસીકયુશનનો કેસ શંકારહિત સાબિત થયેલ નથી જેથી આરોપીને સેશન્સ કોર્ટ છોડી મૂકેલ ચુકાદો કાયમ કરવા અને સરકારની અપીલ ૨૬ કરવા બચાવપક્ષે દલીલો કરી હતી. વધુમાં બચાવપક્ષની દલીલ એવી હતી કે, પોલીસે કરેલી કામગીરી શંકાના દાયસમાં રહેલી છે કારણકે તેઓએ અગત્યના સાહેદોના નિવેદનો તુરંત નોંધેલા નથી. મુદ્દામાલના સીલ તોડેલાં છે અને તેમ કરવામાં કોર્ટની કોઇ પરવાનગી લીધી નથી. મરનારની કારના ડ્રાઇવર હારુનભાઇ મજીદભાઇ હાજર હોવા છતાં ચાર દિવસ સુધી તેઓનું નિવેદન લીધું નથી. મરનારના સલામતી ગાર્ડ શાકાજી મંગાજીએ નોકરીના ભય હેઠળ પુરાવો આપેલ છે. ફરીયાદી માનવાલાયક પુરાવો આપતાં નથી, જેથી પ્રોસીકયુશને કેસ સાબિત કરેલો ન હોવાથી ટ્રાયલ કોર્ટે આરોપીને છોડી મૂકતો જે ચુકાદો આપેલ છે તે ચુકાદો કાયદેસરનો ચુકાદો હોય તેમાં હસ્તક્ષેપ કરવાપણું ન હોય સરકારશ્રીની અપીલ રદ કરવા વિનંતી છે.
જ્યારે સરકારી વકીલશ્રીએ નામ.હાઇકોર્ટ સમક્ષ એવી દલીલો કરી હતી કે, આ કેસમાં કોઇ નજરે જોનાર સાહેદ નથી અને સાંયોગિક પુરાવા આધારીત કેસ છે. જેમાં ફરીયાદપક્ષે તમામ જરૂરી પુરાવા રજુ કરીને પુરાવાની એક મજબૂત સાંકળ રચીને આરોપી સામેનો કેસ સાબિત કરેલ છે પરંતુ ટ્રાયલ કોર્ટે પુરાવાનું મૂલ્યાંકન કરવામાં ગંભીર ભૂલ કરેલ છે. વધુમાં સરકારી વકીલશ્રીની એવી પણ દલીલ હતી કે, ગુનો કરવામાં વપરાયેલ છરી પોલીસે આરોપીની ધરપકડ કરી તે વખતે જ કબજે કરેલી છે અને આ છરી વડે જ મળતકને જીવલેણ ઇજાઓ થઇ હતી તેવું પુરવાર થયેલ છે. આરોપીની ઓળખપરેડ કઢાવવામાં આવી હતી જેમાં સાહેદોએ આરોપીને ઓળખી બતાવ્યો છે અને તેથી ઓળખપરેડ સ્વરૂપે સહાયકારી પુરાવો પ્રોસીકયુશનની તરફેણમાં આવેલ છે છતાં આ પુરાવો નહિ માનીને ટ્રાયલ કોર્ટે ગંભીર ભૂલ કરેલ છે. સરકારી વકીલશ્રીની વધુમાં દલીલ હતી કે, બનાવ બાદ તુરતજ એફ.આઇ.આર. નોંધાઇ ગઇ છે અને પોલીસે તપાસ હાથ ધરીને તુરતજ આરોપીની ધરપકડ કરી લીધી છે. મરનારના લોહીના નમૂનાઓ મેળવવામાં આવેલ છે અને જે સાહેદોએ મરનારને ઉંચકીને હોસ્પિટલે લઇ ગયાની કામગીરી કરી છે તેઓના કપડાં પોલીસે કબજે કરેલ છે અને તેના ઉપરથી પણ લોહી મળી આવેલ છે જે લોહી એફ.એસ.એલ. ના રીપોર્ટ પ્રમાણે મરનારનું હોવાનું સાબિત થયેલ છે. આમ, એફ.એસ.એલ.ના રીપોર્ટથી પ્રોસીકયુશનને સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. તબીબી પુરાવો અને એફ.એસ.એલ.નો નિષ્ણાંત પુરાવો ફરીયાદપક્ષની તરફેણમાં હોવા છતાં ટ્રાયલ કોર્ટે આ પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરેલ ન હોય અને તેથી ટ્રાયલ કોર્ટનો ચુકાદો ભૂલભરેલો ચુકાદો હોય તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ તેવી સરકારી વકીલશ્રીએ નામ ગુજરાત હાઇકોર્ટને અપીલ કરેલી હતી. સરકારી વકીલશ્રીની એવી પણ દલીલ હતી કે, પંચો ફરી ગયા છે પરંતુ તપાસનીશ પોલીસ અધિકારીના પુરાવાથી પંચનામાઓ પુરવાર થયેલ છે જેથી તેનો ઉપયોગ સહાયકારી પુરાવા તરીકે કરવો જોઇએ. આમછતાં, ટ્રાયલ કોર્ટે પંચનામું સાબિત થયું નથી તેવું ખોટું તારણ આપેલ છે. એકંદરે સરકારી વકીલશ્રીની દલીલ એવી હતી કે, ટ્રાયલ કોર્ટે પુરાવાનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરેલ નથી અને ખોટી રીતે આવા ગંભીર ગુનાના આરોપીને છોડી મુકેલ છે તેથી સરકાર દ્વારા થયેલ અપીલ મંજુર કરી આરોપીને સજા કરવી જોઇએ.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાનો વિસ્તળત ચુકાદો આપીને રાજકોટની એડીશનલ સેશન્સ જજશ્રીની કોર્ટે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકતો જે ચુકાદો આપેલ હતો તે કાયમ કરેલ હતો અને સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ નામંજુર કરેલ હતી.
ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવેલ છે કે, આરોપી સામેના કેસમાં કોઈ જ દાર્શનિક સાહેદોનો પુરાવો ઉપલબ્ધ નથી એટલેકે પ્રોસીકયુશનનો સમગ્ર કેસ સાંયોગિક પુરાવા આધારિત કેસ છે અને તેમાં પુરાવાની એટલેકે તમામ સંજોગોની સાંકળ રચીને પ્રોસીકયુશનને તેમનો કેસ સાબિત કરવાનો હોય છે અને જે આરોપી સામે તહોમત મુકેલ છે તે તહોમત શંકારહિત, સચોટ અને સંપૂર્ણ પુરાવાથી સાબિત કરવાનો હોય છે. હાથ ઉપરના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કેસના તમામ સંજોગોની સાંકળ રચીને ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબિત કરી શકેલ નથી અને તેથી જ ટ્રાયલ કોર્ટે યોગ્ય રીતે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકેલ છે. ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓની વિસ્તળત છણાવટ કરી છે અને તે પછી બચાવપક્ષે થયેલ દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીનો ટ્રાયલ કોર્ટે કરેલા નિર્દોષ છૂટકારાના હુકમને કાયમ કરેલ છે. હાઈકોર્ટે એવું પણ ઠરાવેલ છે કે, ગુનો કરવા માટેનો આરોપીનો મોટીવ (ઉદ્દેશ) હતો તેવું પુરવાર કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ છે. હાઈકોર્ટે એવું પણ ઠરાવેલ છે કે, બનાવ સમયે માત્ર ૪૦ કે ૬૦ વોટનો બલ્બ પ્રકાશિત હતો જેથી પૂરતો પ્રકાશ ન હતો તેવું કહી શકાય અને પૂરતા પ્રકાશના અભાવે સાહેદો આરોપીને ઓળખી ન શકે તે વાત માનવાલાયક છે, હાઈકોર્ટે એવું પણ જણાવેલ છે કે, બનાવ સ્થળે પૂરતો પ્રકાશ હતો તેવ ું પ્રોસીકયુશને સાબિત કરવું જોઈએ પરંતુ એવું સાબિત કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ છે અને તેથી આરોપીની ઓળખ સાબિત થતી નથી. ઓળખપરેડના પંચનામાનાં પંચો હોસ્ટાઇલ થયેલાં છે તેથી પંચનામું પણ સાબિત થયેલ નથી. એફ.આઈ.આર. નોંધતા પહેલાં મળતકનું ડી.ડી. નોંધવામાં આવેલ હતું, પરંતુ આ ડી.ડી. પણ કાયદા મુજબ પુરવાર થયેલ નથી. મળતકના સલામતી ગાર્ડ શાકાજી મંગાજીનો પુરાવો પણ માનવાલાયક પુરાવો નથી. આમ, ફરીયાદપક્ષે જે કાંઈ પુરાવો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજુ કરેલ છે તે પુરાવો આરોપીને તેમની સામેના ગુના માટે તકસીરવાન ઠેરવવા માટે પૂરતો પુરાવો નથી અને શંકારહિત પુરાવો નથી તેવું માનવામાં ટ્રાયલ કોર્ટે કોઈ ભૂલ કરેલ નથી. પી.એસ.આઈ. શ્રી વી.વી.ગોહિલ આરોપીને જામખંભાળીયાથી પકડી આવ્યા છે પરંતુ તેઓ કઈ માહિતીના આધારે પકડી આવેલ તેમજ શા માટે તેઓએ મુદ્દામાલની છરી પોતાના કબજામાં રાખેલ હતી તેમજ શા માટે આ છરી કબજે કરી તેનું પંચનામું પી.એસ.આઈ. ગોહિલે કર્યું નથી.
તેનો કોઈ જ ખુલાસો પ્રોસીકયુશને કરેલ નથી અને તેથી આરોપીને શંકાનો લાભ મળવાને પાત્ર છે.
વળી, હાઇકોર્ટે ઠરાવેલ છે કે, હાથ ઉપરના કેસમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો એકદમ કાયદાના સિધ્ધાંત મુજબનો છે અને પડેલ પુરવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરીને આપેલ ચુકાદો છે તેથી આવા ચુકાદામાં હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાપણું નથી તેમ ઠરાવીને રાજકોટના એડીશનલ સેશન્સ જજશ્રી સી.એ.સેજપાલનો આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકતો ચુકાદો કાયમ કરેલ છે.
આમ, બનાવ બન્યો અને અપીલનો નિર્ણય થયો તેના આશરે ૩૬ વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાત રાજ્યના સીટીંગ મીનીસ્ટર અને કોંગ્રેસ સરકારના અતિ તાકતવર નેતા એવા વલ્લભભાઈ પોપટભાઈ પટેલ હત્યા કેસનો લાંબા કાનૂની જંગ બાદ અંત આવેલ છે.
આ અતિ ચકચારી કેસ કે જે કદાચ ગુજરાત રાજ્યમાં આજદિન સુધીનો પહેલો અને છેલ્લો કેસ છે કે જેમાં સીટીંગ મીનીસ્ટરની હત્યા થઈ હોય, જેથી આ કેસ રાજકીય સ્તરે અતિ ચકચાર જગાવનાર કેસ હતો. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ સરકારની અપીલના કામે આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા વતી ગુજરાતનાં સુવિખ્યાત સિનિયર કાઉન્સિલશ્રી યોગેશ લાખાણી, શ્રી ધર્મેશ દેવનાની અને રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા અને તેઓએ આરોપીનો કાનૂની પક્ષ રજુ કરેલ હતો
રાજકોટ કોર્ટમાં એડવોકેટ શરદભાઇ સોનપાલ, મધુસુદન સોનપાલ દ્વારા આરોપી વતી દલીલો કરાઇ હતી
આજથી ૩૬ વર્ષ પૂર્વેના આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલની હત્યાના કેસમાં મહત્વના કાનુની મુદા ઉપર કોર્ટમાં કાનુની જંગ જામ્યો હતો. જેમાં વલ્લભભાઇનું પોતાના ડાઇંગ ડેકલેશન, ગુના પાછળ આરોપીનો હેતુ (મોટીવ) શું હતું. વલ્લભભાઇના સલામતી ગાર્ડ શાકાજી મંગાજીનાં પુરાવો, સરકારી હોસ્પીટલના સરકારી ડોકટરોનો પુરાવોઃ બનાવમાં વપરાયેલ કબ્જે થયેલ છરી સહિતના કાનુની મુદાઓ ઉપર તે સમયે પ્રખર કમલભાઇ સોનપાલ દ્વારા કાનુની મુદાઓ ઉપર દલીલો કરવામાં આવેલ જેને ગ્રાહય રાખીને રાજકોટ સેશન્સ કોર્ટે ૧૯૯૬ માં અનિરૂધ્ધ ચંદુભા જાડેજાને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવેલ હતો.
(3:12 PM IST)










