News of Monday, 17th November 2025
બાંધકામ-દબાણ-ટી.પી.-ટ્રાફિક ગાર્ડન વિભાગના પ્રશ્નો સાંસદ-ધારાસભ્યોએ ઉઠાવ્યા
મ્યુ. કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં ચૂંટાયેલ પ્રતિનિધિઓની મનપામાં સંકલન બેઠક : આવેલ રજૂઆતોનો સત્વરે નિકાલ કરવા સંબંધીત અધિકારીઓને સુચના

રાજકોટ, તા. ૧૭ : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તા.૧૫ ના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડૉ.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ, પ્રશ્નો, રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરએ સુચના આપી હતી.
મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યઓ માટે ઓનલાઇન પોર્ટલ, ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ, પ્રશ્ન, રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ, પ્રશ્ન, રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથીસાંસદ સભ્ય અને ધારાસભ્યોને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ, ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ, પ્રશ્ન, રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ ઇ-સંકલન પોર્ટલમાં MP-MLAઓ દ્વારા કરવામાં આવતી રજુઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીને મેસેજ દ્વારા જાણકરી મળે છે તેમજ અધિકારી દ્વારા લગત રજુઆતો, પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત પ્ભ્-પ્ન્ખ્ઓને મેસેજ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.
સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા આવાસ ટેકનીકલ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા લગત પ્રશ્નો, રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
(3:40 PM IST)










