<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

સીઝનલ રોગચાળો વકર્યોઃ શરદી-તાવ-ઉધરસ- ઝાડા-ઉલ્‍ટીના ર૦૯૩ દર્દી

મનપા દ્વારા પ૪૩૯૭ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૯૭૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્‍છરજન્‍ય રોગચાળાના ૭ દર્દીઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૮રપને નોટીસઃ રૂ. ર૮ હજારનો દંડ

રાજકોટ તા. ૧૭: શહેરમાં શિયાળો શરૂ થતા રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્‍તાહ કરતા આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યો છે.

આ સપ્‍તાહે ર૦૯૩ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છજન્‍ય રોગના ૭ કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૦ થી ૧૬ નવેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૭ કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુના પ કેસ જયારે મેલેરીયા-ચિકનગુનીયાના ૧-૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

ર૦૯૩ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૪૮ તેમજ સામાન્‍ય તાવના ૮પ૬ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૮ર ટાઇફોઇડના ર તથા કમળાના પ સહિત કુલ ર૦૯૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૩પર૩ તેમજ સામાન્‍ય તાવના ૩૪૦૧૬ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૮૧૪૮ તથા ટાઇફોઇડના ૯૪ તેમજ કમળાના ૧૪૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૮રપ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ પ૪૩૯૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૭૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૯ર૯ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૮રપ લોકોને નોટીસ પાઠવી રૂ. પ૮૧પ૦ નો દંડ કરાયો હતો.

(3:59 PM IST)