<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

રાજકોટમાં રખડતાં શ્વાનનો આતંક: છેલ્લા 10 મહિનામાં 14,106 લોકોને બચકા ભર્યા

શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ કથળી: શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા 26,000 જેટલા હોવાનો દાવો

રાજકોટમાં રખડતાં શ્વાનનો આતંક છે. છેલ્લા 10 મહિનામાં 14,106 લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ હિસાબે, રાજકોટ શહેરમાં રખડતા શ્વાન સરેરાશ રોજ 46 લોકોને બચકા ભરે છે. ચાલુ વર્ષે 10 મહિનામાં 14,106 લોકોને શ્વાન કરડ્યાં છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ કથળી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 22 લોકોને શ્વાન કરડ્યાં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા 26,000 જેટલા હોવાનો તંત્ર દ્વારા દાવોકરવામાં આવ્યો છે. RMC દ્રારા શ્વાન ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ પરંતુ સ્થિતિ હજુ ગંભીર છે. ઠંડી અને મેટરનિટી સિઝન હોવાને કારણે શ્વાન કરડવાંના કિસ્સાઓ વધ્યાં હોવાનો  દાવો કરાયો છે 

(6:20 PM IST)