News of Wednesday, 19th November 2025
સજાના વોરંટમાં નાસતા-ફરતા નિકુંજ અને સાહિલ પકડાયા
ભકિતનગર અને એ-ડીવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૯: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા બે શખ્સોને પોલીસે પકડી લઇ કોર્ટ હવાલે કર્યા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. જે. ગોહિલ સહિતના સ્ટાફે ઢેબર રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ નજીક ફાટક પાસેથી નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર નિકુંજ જયંતીભાઇ ભાલાળા (રહે. પુરૂષાર્થ સોસાયટી શેરી નં. પ, હરીધવા રોડ) ને પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે.જે. ગોહિલ, હેડ કોન્સ કેતનભાઇ બોરીચા, કોન્સ. નિલેશભાઇ મિયાત્રા, વસંતભાઇ બાલાસરા અને વિજયભાઇ જોષી દ્વારા કરવામાં આવી હતી.
જયારે એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. સામતભાઇ ગઢવી સહિત આરોપીની શોધમાં હતા ત્યારે કોન્સ બુટાભાઇ ઠુંગા અને ક્રિસ્પાલસિંહ સિંઘવને બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર સાહિલ દિલીપભાઇ તન્ના (ઉ.વ. ૪૬) (રહે. રર-ન્યુ જાગનાથ પ્લોટમાં પુષ્કર એપાર્ટમેન્ટ) ને એસ્ટ્રોન ચોક માંથી પકડી લીધો હતો
(4:05 PM IST)










