News of Wednesday, 19th November 2025
મેઇન્ટેન્સના પૈસા મામલે પ્રમુખ, તેના પુત્ર સહિતે પ્રૌઢને માર માર્યોઃ સગર્ભા દિકરીને પેટમાં પાટુ માર્યુ
વાવડીની મનસુખભાઇ છાપીયા ટાઉનશીપ બી-વીંગમાં બનાવ : વાળ ખેંચી પછાડી દીધી, પતિ વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી ખૂનની ધમકીઃ ચોરવાડની ચેતનાબેન જોરાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પ્રમુખ કિશોરભાઇ ટાંક, તેના દિકરા પ્રશાંત, સંજય બારોટ, પ્રિન્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: વાવડીમાં આવેલી મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રહેતાં પ્રોૈઢ સાથે ટાઉનશીપના પ્રમુખ, તેના પુત્ર સહિત ચાર જણાએ મેઇન્ટેનન્સના રૂપિયા બાબતે માથાકુટ કરી મારકુટ કરતાં આ વખતે માળીયા હાટીના તાબેના ચોરવાડ ગામેથી આવેલી આ પ્રોૈઢની સગર્ભા દિકરી વચ્ચે પડતાં તેણીના વાળ પકડી ઝાપટો મારી પછાડીને પેટમાં પાટુ મારવામાં આવતાં તેમજ પ્રોૈઢના જમાઇ વચ્ચે પડતાં તેને પણ ધોલધપાટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં પોલીસે મુળ માળીયા હાટીના તાબેના ચોરવાડ ગામ સેલેનીટી કોલોનીની બાજુમાં ધીરૂભાઇ અંબાણી સ્કૂલ પાસે રહેતાં ચેતનાબેન સાવનભાઇ જોરા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી વાવડી મનસુખભાઇ છાપીયા બી-ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઇ ટાંક, તેના પુત્ર પ્રશાંત ટાંક, સંજય બારોટ અને પ્રિન્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
ચેતનાબેન જોરાએ જણાવ્યું છે કે હું હું મારા પતિ સાવન જોરા સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. મારા માતા ગીતાબેન અને પિતા લક્ષમણભાઇ ચુડાસમા રાજકોટ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપ બી-૧, ૭૦૧-વાવડી ખાતે રહે છે. હાલમાં મારા પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. ૧૭/૧૦ના સાંજે સાતેક વાગ્યે હું અને મારા પતિ સાવન દિવાળીનો તહેવાર હોઇ મારા પિતાના ઘરે આવ્યા હતાં. અહિ રાત્રીના અગીયારેક વાગ્યે પિતાના ઘર બહાર અવાજ થતાં મેં રૂમ બહાર નીકળીને જોતાં આ ટાઉનશીપના બી-વિંગના પ્રમુખ કિશોરભાઇ ટાંક, તેનો પુત્ર પ્રશાંત ટાંક, તેમજ સંજય બારોટ અને પ્રિન્સી ચારેય મારા પિતાના ઘરે ફલેટના મેઇન્ટેનન્સના રૂપિયા લેવા બાબતે આવ્યાનું જાણવા મળ્યું હતું.
અન્ય વીંગના લોકો પણ બહાર ઉભા હતાં. આ વખતે મારા માતાએ રૂપિયા જમા કરાવવા બાબતે સવારે આવવાનું કહેતાં આ લોકો જતાં રહ્યા હતાં. થોડીવાર બાદ જોર જોરથી અવાજ થતાં મેં ફરીથી બહાર નીકળીને જોતાં આ ચારેય લોકો મારા પિતાને પકડીને ઢીકાપાટુનો માર મારતાં જાોવ મળતાં હું અને મારા પતિ વચ્ચે પડતાં પ્રશાંત ટાંકે મારા વાળ પકડી ઝાપટ મારી ધક્કો દઇ મને પેટ પર લાત મારતાં હું પડી ગઇ હતી. મારા પતિ સાવન વચ્ચે આવતાં તેને પણ કિશોરભાઇ અને સાથેના ત્રણેયએ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને કહેલુ કે-આ બાબતમાં તમે વચ્ચે પડતા જ નહિ, બાકી જીવતા નહિ રહો. આમ કરી આ બધા જતા રહ્યા હતાં.
અમે જે તે વખતે પોલીસ સ્ટેશને ગયા હતાં. પણ મને પેટમાં ગર્ભ હોઇ પેટ પર લાત મારવામાં આવી હોઇ અને હું પડી ગઇ હોઇ ખુબ દુઃખાવો થતાં મારા પતિ ઝનાના હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યાં સારવાર બાદ અમે અમારા વતન જથાં રહ્યા હતાં. સ્વસ્થ થયા બાદ મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું અને રાજકોટ આવી હવે પોલીસન ેજાણ કરી હતી. તેમ વધુમાં ચેતનાબેને જણાવતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ ડી. સી. જોષી, કિરીટભાઇ રામાવત સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:47 PM IST)










